રાજસ્થાન: લગ્નનું કહી સગા બાપે 13 વર્ષની સગીરાને સાત લાખમાં વેચી

News18 Gujarati
Updated: November 13, 2019, 4:37 PM IST
રાજસ્થાન: લગ્નનું કહી સગા બાપે 13 વર્ષની સગીરાને સાત લાખમાં વેચી
છોકરી ચાર મહિનાથી ગર્ભવતી છે.

22 જૂને તેના ભાઈ અને છોકરીના પિતાએ કહ્યું હતું કે તેણે એક દીકરીના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં નક્કી કર્યા છે. ત્યારબાદ સગીરાના પિતા તેની પુત્રીને વરરાજાના પરિવારજનો સાથે પરિચય કરાવવાનું કહી સિવાના લઈ ગયા.

  • Share this:
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક વ્યક્તિએ તેની 13 વર્ષની પુત્રીને સાત લાખ રૂપિયામાં વેચી દીધી હતી. પોલીસે હૈદરાબાદથી સગીરાને ઝડપી લીધી છે. આ સાથે પોલીસે અપહરણના કેસમાં યુવતીના પિતા સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે. બાડમેરના પોલીસ અધ્યક્ષ શરદ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરી છે અને છોકરીને ઝડપી લીધી છે. પોલીસે તેને મંગળવારે બાડમેર લાઇ આવી અને તેની માતાને સોંપી. તે 15 નવેમ્બરના રોજ હાઈકોર્ટમાં હાજર રહેશે.

સિવાના પોલીસ સ્ટેશનના એસએચઓ દાઉદ ખાને જણાવ્યું કે છોકરી ચાર મહિનાથી ગર્ભવતી છે. 30 જૂને એક વ્યક્તિએ તેની ભત્રીજી ગુમ થયાના મામલે અપહરણનો કેસ નોંધ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ નોંધાયેલી ફરિયાદમાં કાકાએ કહ્યું હતું કે 22 જૂને તેના ભાઈ અને છોકરીના પિતાએ કહ્યું હતું કે તેણે એક દીકરીના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં નક્કી કર્યા છે. ત્યારબાદ સગીરાના પિતા તેની પુત્રીને વરરાજાના પરિવારજનો સાથે પરિચય કરાવવાનું કહી સિવાના લઈ ગયા.

પરત ફર્યા ત્યારે ભત્રીજી તેની સાથે નહોતી. તેણે તમામને કહ્યું કે તેણે દીકરીને તેના મામાના ઘરે છોડી દીધી છે. ત્યાર બાદ જ્યારે 26 જૂને સગીરાની મામાના ઘરે તપાસ કરી તો તે મળી નહીંઆ પર સગીરાના પિતાએ તમામને કહ્યું કે કેટલાક લોકોએ પુત્રીનું અપહરણ કર્યું છે, ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ કેસની તપાસ દરમિયાન બિટોલિયે ગોપારામ માળી નામની ઓળખ કરી હતી. આ સાથે જ યુવતીના પિતા અને અન્ય આરોપી સાંવલા રામ દાસપાની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા હતા.

ત્યારબાદ યુવતીના કાકાએ રાજસ્થાન હાઇકોર્ટમાં બંદી પ્રત્યક્ષઈકરણ અરજી દાખલ કરી હતી. જ્યાં કેસની આગામી સુનાવણી 15 નવેમ્બરના રોજ થવાની છે.
First published: November 13, 2019, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading