13 વર્ષના છોકરાએ પ્લેન ઉડાડવા ચોરી કર્યા બે એરક્રાફ્ટ, મળી પાયલટ બનવાની ઓફર

News18 Gujarati
Updated: July 25, 2019, 7:16 AM IST
13 વર્ષના છોકરાએ પ્લેન ઉડાડવા ચોરી કર્યા બે એરક્રાફ્ટ, મળી પાયલટ બનવાની ઓફર
ચીનમાં 13 વર્ષના છોકરાને વિમાન ઉડાડવાનો એટલો શોખ હતો કે, તેણે એરપોર્ટ પરથી બે વિમાન જ ચોરી લીધા

ચીનમાં 13 વર્ષના છોકરાને વિમાન ઉડાડવાનો એટલો શોખ હતો કે, તેણે એરપોર્ટ પરથી બે વિમાન જ ચોરી લીધા

  • Share this:
તમે ચોરીની ઘટના વિશે તો કેટલીએ વખત સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવી ચોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ક્યારે પણ વિચાર્યું નહી હોય. ચીનમાં 13 વર્ષના છોકરાને વિમાન ઉડાડવાનો એટલો શોખ હતો કે, તેણે એરપોર્ટ પરથી બે વિમાન જ ચોરી લીધા. જોકે, તે આ કરવામાં સફળ ન થયો અને તેને સીસીટીવી ફૂટેજની મદદથી પકડી પાડવામાં આવ્યો. આ પૂરી ઘટનાની ખાસ વાત એ રહી કે, એરપોર્ટ પ્રબંધકે છોકરાના દુસ્સાહસ માટે તેને દંડ આપવાને બદલે પુરસ્કૃત કર્યો. એરપોર્ટ પ્રબંધને કિશોરને પાયલટની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે.

આ મામલો ચીનના ઝેઝિયાંગ વિસ્તારના હુઝોઉ શહેરનો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, 15 જુલાઈએ પૂર્વ ચીનના હુઝોઉ શહેરના નેશનલ હોલિડે રિસોર્ટના એરબેઝના હેંગરના બે હલકા વિમાન સવારે હેંગરમાંથી બહાર મળ્યા. બે વિમાન ખુબ ખરાબ હાલતમાં હતા. તપાસ માટે જ્યારે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા તો, આ બંને વિમાનોને એક નાનો છોકરો ચલાવતો જોવા મળ્યો. આ છોકરાને પકડી આ મુદ્દે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું તેને વિમાન ચલાવવાનો ખુબ શોખ છે. કંપનીએ છોકરાના નામનો ખુલાસો તો ના કર્યો. પરંતુ, એરપોર્ટ પ્રબંધકે તેના પર કાર્યવાહી કરતા તેને પાયલોટની ટ્રેનિંગ આપવાનો નિર્ણય લીધો છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, છોકરાએ પહેલા એક વિમાનને હેંગરમાંથી કાઢ્યું બાદમાં તેને ઉડાડાની કોશિસ કરી. ફૂટેજમાં દેખાય છે કે, છોકરો વિમાન બહાર તો લઈ આવ્યો. પરંતુ, તેને કંટ્રોલ ન કરી શક્યો અને એરક્રાફ્ટ રેલિંગ સાથે ટકરાઈ જાય છે. ત્યારબાદ તે અહીં ના રોકાયો, અને બીજા વિમાનને હેંગરમાંથી કાઢ્યું. ફુટેજમાં તે તેને પણ આરામથી ચલાવતો જોવા મળ્યો.વિમાનને થયું 8 હજાર યુઆનનું નુકશાન
બતાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે સીસીટીવી ફૂટેજ દ્વારા છોકરાના ઘરે પહોંચવામાં આવ્યું તો, તે ઘરે હોમવર્ક કરવા બેઠો હતો. છોકરાએ જે પણ કઈં કર્યું તે મુદ્દે તેના પરિવારને કોઈ જાણકારી ન હતી. ચીનના સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, વિમાન રેલિંગ સાથે ટકરાવવાથી લગભગ 8 હજાર યુઆન એટલે કે, 80 હજાર રૂપિયાનું નુકશાન થયું છે. જોકે, એરપોર્ટ પ્રબંધનનું કહેવું છે કે, કેશોરે જે રીતે વિમાનને હેંગરમાંથી કાઢ્યું, તે વખાણવા લાયક છે. તેથી અમે તેને પાયલોટની ટ્રેનિંગ આપીશુ.
First published: July 24, 2019, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading