UP: ઘર બહાર રમતી પાંચ વર્ષની બાળકી સાથે 13 વર્ષના સગીરનું દુષ્કર્મ

News18 Gujarati
Updated: December 11, 2019, 10:09 PM IST
UP: ઘર બહાર રમતી પાંચ વર્ષની બાળકી સાથે 13 વર્ષના સગીરનું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે આશરે 13-14 વર્ષના કિશોરે તેને લલચાવીને એકાંતમાં લઈ ગયો હતો. અને ત્યાં તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો હતો.

  • Share this:
ગુજરાત હોય કે દેશ નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. હવશખોરો પોતાની હવશ સંતોષવા માટે નાની બાળકીઓને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેખશમાં બની છે. જ્યાં ઘરની બહાર રમતી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઈ સગીર યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) હમીરપુરના (Hamirpur) એક વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળકી ઉપર કથિત રૂપથી દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના બની છે. ઘટનાા આરોપીને પોલીસે (Police) અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે.

પોલીસ અધિક્ષક સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ગામમાં મંગળવારે સાંજે જ્યારે પાંચ વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે આશરે 13-14 વર્ષના કિશોરે (Minor boy) તેને લલચાવીને એકાંતમાં લઈ ગયો હતો. અને ત્યાં તેની સાથે કથિત રીતે બળાત્કાર કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બાળકીના પિતાની ફરિયાદના આધારા સગીર કિશોર સામે દુષ્કર્મની કલમ 376 આઈપીસી અંતર્ગત ફરિયાદ નોંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ તેને ઘટના અંગે પૂછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું કે બાળકીને મેડિકલ પરીક્ષણ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરામાં હૈદરાબાદ અને ઉન્નાવમાં દુષ્કર્મની ઘટનાઓ સમગ્ર દેશને હચમાવી દીધો હતો. જોકે, હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને કથિત એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશની જનતાએ પોલીસની આ કામગીરીને બીરદાવી હતી.
First published: December 11, 2019
વધુ વાંચો
अगली ख़बर