બહાદુર દીકરી! 'ચાર બાળકોને ડુબતા જોઈ નદીમાં કૂદી અનુષ્કા', ત્રણને બચાવ્યા, નાની બેનને બચાવતા પોતે મોતને ભેટી

13 વર્ષની અનુષ્કાએ ત્રમ બાળકોના જીવ બચાવ્યા

વિસર્જન કરતી વખતે ચાર બાળકો છવી, ખુશ્બુ, પંકજ અને ગોવિંદા નદીના વહેતા પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યારબાદ અનુષ્કાએ પાણીમાં કૂદીને ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કા્ઢ્યા. પરંતુ...

 • Share this:
  રાજસ્થાન, 25 ઓગસ્ટ: ધોલપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. 23 ઓગસ્ટના રોજ પાંચ નાના બાળકો પાર્વતી નદીમાં મૂર્તી વિસર્જન કરવા ગયા હતા. તે સમયે ચાર બાળકો નદીમાં ડુબવા લાગ્યા હતા, જેમાં બે છોકરીઓના ડૂબી જવાથી મોત થયા છે. સરપંચ રાકેશ સિકરવારે ખાનગી સ્તરે બચાવ કામગીરી શરૂ કરી અને ગ્રામજનોની મદદથી બંને છોકરીઓના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા છે. બાદમાં આ ઘટનાની જાણ મણિયા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી.

  પોલીસે બંને યુવતીઓના મૃતદેહ કબજે કર્યા હતા અને તેમને નજીકની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સંબંધીઓની હાજરીમાં પીએમ બાદ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા.

  જેણે ત્રણ બાળકોને જીવન આપ્યું તે પોતે મોતને ભેટી

  13 વર્ષની અનુષ્કા પાંચમાં સૌથી મોટી હતી. અનુષ્કાએ ત્રણ બાળકોનો જીવ બચાવ્યો. તેણીએ નદીમાં ડૂબતા પહેલા ત્રણના જીવ બચાવ્યા. પરંતુ અંતે, અનુષ્કા તેની બહેન છવીને બચાવતા વખતે ડૂબી ગઈ. તેનાથી છવી અને અનુષ્કા મોત થઈ ગયા.

  સૂત્રોના જણાવ્યા અનુસાર, 13 વર્ષની અનુષ્કા, 7 વર્ષની છવી, 12 વર્ષની ખુશ્બૂ, 10 વર્ષનો પંકજ અને 10 વર્ષનો ગોવિંદા, જે ખુબી ગામમાં રહે છે, પાર્વતી નદીમાં ગયા હતા. આ સમયે પાંચે બાળકો નદીના વહેણમાં તણાવા લાગ્યા, તુરંત અનુષ્કાએ ત્રણ બાળકોને બચાવી બહાર કાઢ્યા અને છવીને બચાવવા ગઈ, આ વખતે છવીએ તેને પકડી રાખડા અનુષ્કા અને છવી બંનેના મોત થયા હતા.

  આ પણ વાંચો - અમદાવાદ : સગીરા દુષ્કર્મ મામલો, આરોપીનું નામ સામે આવતા જ માતા-પિતાને પડ્યો ધ્રાસકો

  અનુષ્કા ચોથી છોકરીને બચાવવા ગઈ

  મૂર્તીનું વિસર્જન કરતી વખતે ચાર બાળકો છવી, ખુશ્બુ, પંકજ અને ગોવિંદા નદીના વહેતા પાણીમાં ડૂબવા લાગ્યા. ત્યારબાદ અનુષ્કાએ પાણીમાં કૂદીને ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કા્ઢ્યા. પરંતુ અંતે, જ્યારે નાની છોકરી છવીએ બચવા માટે અનુષ્કાને એવી પકડી લીધી કે, અનુષ્કા તરી જ ન શકી. તેમાં બંનેના મોત થયા હતા. અનુષ્કા અને છવી બે ભાઈઓની એકમાત્ર એકની એક દીકરીઓ હતી.
  Published by:kiran mehta
  First published: