પે-ટૂ-સ્ટે સ્ટિંગ: USમાં વિઝા સ્કેમનો શિકાર બન્યા 129 ભારતીય સ્ટુડન્ટ્સ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં અભ્યાસ માટે ગયેલા 129 ભારતીય સહિત કુલ 130 વિદેશી સ્ટુડન્ટ્સ ઇમિગ્રેશન સ્કેમનો શિકાર બન્યા છે

 • Share this:
  અમેરિકામાં અભ્યાસ માટે ગયેલા 129 ભારતીય સહિત કુલ 130 વિદેશી સ્ટુડન્ટ્સ ઇમિગ્રેશન સ્કેમનો શિકાર બન્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, નકલી યુનિવર્સિટીમાં એડમિશન લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ સ્ટુડન્ટ્સે અમેરિકામાં રહેવા માટે નકલી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જોકે, ઇમિગ્રેશન એટોર્નીએ સ્ટુડન્ટ્સને પકડવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે અને દાવો કર્યો છે કે આ સ્ટુડન્ટ સ્કેલથી અજાણ હતા અને અધિકારીઓએ તેમને જાળ બિછાવીને ફસાવ્યા છે.

  આ મામલામાં ભારતીય વિદેશ મંત્રાલયે પણ સક્રિય થઈ ગયું છે. વિદેશ મંત્રાલયના નિર્દેશ પર ભારતીય એમ્બેસીના અધિકારીઓએ ધરપકડ કરાયેલા સ્ટુડન્ટ્સને કાયદાકિય સહાયતા આપવાની માંગ રાખી છે.

  મૂળે, અમેરિકન ગૃહ વિભાગે અધિકારીઓને ઈમિગ્રેશન સંબંધી સ્કેમને પકડવા માટે ડેટ્રોયટની ફર્મિગ્ટન હિલ્સ યુનિવર્સિટીને ચારાની જેમ ઉપયોગ કરી. ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા કોર્ટેમાં દાખલ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 600 સ્ટુડન્ટ્સે ડેટ્રોયટ સ્થિત નકલી સંસ્થાન ફાર્મિંગટન હિલ્સ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. ઈમિગ્રેશન અધિકારીઓએ વિઝા સ્કેમના સ્ટુડન્ટ્સને પકડવા માટે આ યુનિવર્સિઠી બનાવવામાં આવી હતી, જેના માટે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું.

  આ પણ વાંચો, બે પ્રેમીઓ જાહેરમાં ભેટતાં ફટકારાયાં ચાબુક, લોકો વચ્ચે આપવામાં આવી સજા

  પ્રોસીક્યુટર્સે તેને પે ટૂ સ્ટે સ્કેમ કરાર કર્યું, કારણ કે સ્ટુડન્ટ્સે નકલી વિશ્વવિદ્યાલયથી દસ્તાવેજ મેળવવા માટે અધિકારીઓને ચૂકવણી કરી, જે તેમને ક્લાસમાં હાજર થયા વગર સ્ટુડન્ટ વિઝા પર અહીં રોકવામાં સક્ષમ બનાવતા હતા.

  પ્રોસીક્યુશન મુજબ, આ વિદ્યાર્થી સ્ટુડન્ટ વિઝા માટે જાણી જોઈને આ સ્કેમમાં સામેલ થયા. તેઓ જાણતાં હતા કે આ વાસ્તવિક શૈક્ષણિક કાર્યક્રમ નથી. આ તમામને પરત મોકલવામાં આવશે.

  ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)ના પ્રવક્તા ખાલિદ એ વોલ્સના હવાલાથી પીટીઆઈએ રિપોર્ટ કર્ફો છે કે, સ્ટુડન્ટ્સના કથિત રીતે સ્કેમ ચલાવનારા આઠ લોકોની વિઝા સ્કેમ અને લાચ માટે બીજા દેશોના લોકોને શરણ આપવાનું કાવતરું રચવાના અપરાધિક આરોપો તથા પાંચ વર્ષની વધુમાં વધુ સજાનો સામનો કરવો પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: