ઇન્દોરના મુસ્લિમ વિસ્તારમાં છ દિવસમાં 127 મોત, અધિકારી બોલ્યાં- કારણ કોરોના નહીં

ઇન્દોરના મુસ્લિમ વિસ્તારમાં છ દિવસમાં 127 મોત, અધિકારી બોલ્યાં- કારણ કોરોના નહીં
પ્રતિકાત્મક તસવીર

માર્ચમાં ઇન્દોર શહેરના ચાર કબ્રસ્તાનમાં 130 લોકોને દફન કરાયા, એપ્રિલમાં છ દિવસમાં જ 127 લોકોને દફન કરાયા.

 • Share this:
  ઇન્દોર : દેશમાં કોવિડ-19નું હૉટસ્પોટ (Covid 19 Hotspot Indore) બની ગયેલા ઇન્દોર શહેરનું તંત્ર કોરોનાને ફેલાતો રોકવા માટે તમામ ઉપાયો કરી રહ્યું છે. પરંતુ હવે કોરોના સામે લડી રહેલા અધિકારીઓ માટે વધુ એક કારણ માથાનો દુઃખાવો બન્યું છે. અધિકારીઓનું કહેવું છે કે શહેરના મુસ્લિમોમાં અન્ય સમયની સરખામણીમાં હાલ મૃત્યુદર (Mortality Rate)ખૂબ વધી ગયો છે.

  અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા એક બે અઠવાડિયાથી મોતનો આ સીલસીલો ચાલી રહ્યો છે. ગત ગુરુવારે શહેરના ચાર કબ્રસ્તાનમાં 21 લોકોને દફનાવવામાં આવ્યા હતા. એકલા મહૂ નાકા કબ્રસ્તાનમાં 1થી 9 એપ્રિલ સુધી 64 લોકોને દફનાવવામાં આવ્યા હતા, જેમાં ગુરુવારના 11 લોકો સામેલ છે. ખજરાના સ્થિત કબ્રસ્તાનમાં મહિનાની શરૂઆતના નવ દિવસમાં 34 લોકોને દફનાવવામાં આવ્યા હતા. જેમાંથી એકની દફનવિધિ ગુરુવારે કરવામાં આવી હતી. આ સ્થિતિમાં સિરપુરમાં 29 લોકોને દફનાવવામાં આવ્યા હતા. અહીં ગુરુવારે ત્રણ લોકોને દફનાવવામાં આવ્યા હતા. લુનિયાપુરામાં નવ દિવસમાં 56 લોકોને દફનાવવામાં આવ્યા હતા. જેમાંથી છ લોકોને ગુરુવારે દફનાવવમાં આવ્યા હતા. આ આંકડા એક રાષ્ટ્રીય હિન્દી દૈનિકમાં લખવામાં આવ્યો છે.  માર્ચ મહિનામાં 130 લોકોને દફનાવવામાં આવ્યા

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ચારેય કબ્રસ્તાનમાં માર્ચ મહિના દરમિયાન દફનાવવામાં આવેલા 130 લોકોની સરખામણીમાં એપ્રિલના છ દિવસમાં જ 127 લોકોને દફનાવવવામાં આવ્યા છે.

  આ પણ વાંચો : લૉકડાઉન વધવાની સંભાવના વચ્ચે ગૃહમંત્રાલયે હવે આ કામો કરવાની આપી છૂટ

  ત્રણ હૉસ્પિટલે સારવારનો કર્યો ઇન્કાર

   

  વૃદ્ધ મહિલા મુમતાઝનું મોત 7મી એપ્રિલના રોજ થયું હતું. મહિલાના પુત્ર મોહમ્મદ ઇકરામે કહ્યું કે મારી માતાને છાતીની બીમારી હતી, શહેરની ત્રણ હૉસ્પિટલને તેણીની સારવાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં મહારાજા યશવંતરાવના ડૉક્ટરોએ તેણીને ન્યૂમોનિયા હોવાનું કહ્યું હતું અને આઇસીયૂમાં દાખલ કર્યા હતા. તેમના કૉવિડ-19નો રિપોર્ટ નેગેટિવ હતો. પિતાનું ચાર મહિના પહેલા મોત થયું હતું. પિતાના નિધન બાદ માતા એકલી રહેવા લાગી હતી અને કોઈ સાથે બોલતી ન હતી.

  આ પણ વાંચો : PM મોદીએ માસ્ક પહેરીને મુખ્યમંત્રીઓ સાથે કર્યો સંવાદ, લૉકડાઉન વધે તેવી પૂરી શક્યતા

  કશિશ ઉન્નીસાનું મોત છઠ્ઠી એપ્રિલના રોજ થયું હતું. તેના પ્રપૌત્ર ઝબીર અલીએ જણાવ્યું કે તેની દાદી 85 વર્ષના હતા. તેમને કોઈ બીમારી ન હતી. અચાનક તેમનું નિધન થઈ ગયું હતું. મોહમ્મદ અંજુસે જણાવ્યું કે તેમના સસરા મોહમ્મદ નૂર ઓડિશાના નિવાસી હતા. ઇન્દોરમાં થોડા વર્ષો પહેલા તેમની હાર્ટ સર્જરી થઈ હતી. તેઓ એકલાપણું અનુભવી રહ્યા હોવાથી શહેરમાં પરત ફર્યા હતા, તેમનું તાજેતરમાં જ મોત થયું છે. મૃતક પરિવારના કોઈ પણ સભ્યને કોરોનાના લક્ષણો ન હતા.
  Published by:News18 Gujarati
  First published:April 11, 2020, 15:34 pm

  ટૉપ ન્યૂઝ