12 વર્ષના આ બાળકે ઘેર બેઠા કમાયા 3 કરોડ રૂપિયા, જાણો કેવી રીતે થયું આમ

બેનિયામીન 6 વર્ષની ઉંમરથી કોડિંગ કરે છે

Cryptocurrency- બેનિયામીને તેના પૈસા બેંક ખાતામાં રાખવાને બદલે ક્રિપ્ટોકરન્સીમાં રાખ્યા હતા. તે માને છે કે ક્રિપ્ટોકરન્સી એ ભવિષ્ય છે

  • Share this:
12 વર્ષના બેનિયામીન અહમદ (Benyamin Ahmed) નામના બાળકે માત્ર 12 વર્ષની ઉંમરમાં કરોડોની કમાણી કરી છે. બેનિયામીને એક લોકપ્રિય બિન-ફંજીબલ ટોકન (NFT) કલેક્શન બનાવ્યું હતું, જે 400,000 ડોલર (લગભગ 3 કરોડ રૂપિયા)માં વેચાયું હતું. અહમદ દ્વારા આ લોકપ્રિય NFTને વિયર્ડ વ્હેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. લંડનમાં (London)રહેતા અને બ્રિટિશ-પાકિસ્તાની (British-Pakistani)મૂળના બેનિયામીન અહીં જ થોભી જવા માંગતો નથી. તેણે કહ્યું, "મારે માત્ર એક ઓળખવાળા વ્યક્તિ તરીકે જ નથી રહેવું, જેમ કે આ છે વિયર્ડ વ્હેલવાળો બાળક."

બેનિયામીનના પિતા ઈમરાન અહમદે નાનપણથી જ પુત્રને ટેકનોલોજી તરફ વાળ્યો હતો. બેનિયામીન 6 વર્ષની ઉંમરથી કોડિંગ કરે છે. ઇમરાન પોતે પણ એક સોફ્ટવેર ડેવલપર છે, તેઓ લંડન સ્ટોક એક્સચેન્જમાં કામ કરે છે.

ઇમરાને જણાવ્યું કે, "બેનિયામીન બાળપણથી જ મારું લેપટોપ જોતો હતો. જેથી મેં તેને એક નવું લેપટોપ લઈ આપ્યું. પાછળથી જ્યારે મેં તેનું વલણ જોયું, ત્યારે મેં તેને કોડિંગ શીખવવાનું શરૂ કર્યું. તે કોડિંગ કરવા લાગ્યો હતો. તેને કોડિંગ સમજવામાં કોઈ સમસ્યા નહોતી." ત્યારબાદ બેનિયામીને ઓપન-સોર્સ દ્વારા કોડિંગ શીખવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો - ગૂગલ એકાઉન્ટમાં કરો આ જરૂરી સેટિંગ્સ, જળવાઇ રહેશે તમારી ડેટા પ્રાઇવસી

બેનિયામીને કરોડપતિ બનાવનાર વિયર્ડ વ્હેલ તેનો બીજો પ્રોજેક્ટ હતો. આ પહેલા તે "મીનીક્રાફટ યી હા" નામનો NFT પ્રોજેક્ટ વિકસાવી રહ્યો હતો. જે બાદ તેણે વિયર્ડ વ્હેલ પર કામ કરવાનું શરૂ કર્યું, જે બિટકોઈન વ્હેલથી પ્રેરિત હતું.

બિટકોઇન વ્હેલ એવા લોકોને કહેવાય છે, જેમણે મોટી માત્રામાં બિટકોઇન ખરીદ્યા છે. બેનિયામીને ઓપનસોર્સ પાયથન સ્ક્રિપ્ટ દ્વારા 3,350 યુનિક ડિજિટલ કલેક્ટિબલ વ્હેલ જનરેટ કરી. તેનો આ પ્રોજેક્ટ માત્ર 9 કલાકમાં જ વેચાઈ ગયો, જેના બેનિયામીનને લગભગ 150,000 ડોલર મળ્યા.

આ પણ વાંચો - મહંતનો ગનર અને હનુમાન મંદિરનો પંડિત કેવી રીતે થોડાક વર્ષોમાં બની ગયા કરોડપતિ? મહંત નરેન્દ્ર ગિરીના મોત થછી ઉઠ્યા સવાલો

બાદમાં બેનિયામીનને સેકન્ડરી સેલ્સ દ્વારા 2.5 કમિશન અને રોયલ્ટી મળતી રહી. જેનાથી તેની કુલ કમાણી 4 લાખ ડોલરથી વધુ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે, તેણે આ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે માત્ર 300 ડોલર જ ખર્ચ્યા હતા. બેનિયામીને તેના પૈસા બેંક ખાતામાં રાખવાને બદલે ક્રિપ્ટોકરન્સીમાં રાખ્યા હતા. તે માને છે કે ક્રિપ્ટોકરન્સી એ ભવિષ્ય છે અને ક્રિપ્ટોકરન્સીના વિકાસમાં ભારત પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
First published: