12 વર્ષની દુલ્હનને પરણવા અજમેરથી બિહાર પહોંચ્યો 50 વર્ષનો દુલ્હો, ગામના લોકોએ ધોઈ નાંખ્યો

12 વર્ષની દુલ્હનને પરણવા અજમેરથી બિહાર પહોંચ્યો 50 વર્ષનો દુલ્હો, ગામના લોકોએ ધોઈ નાંખ્યો
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

નક્કી કરેલી તારીખે ગોપાલ લગ્ન કરવા માટે રાજસ્થાનથી સજીધજીને આવી પહોંચ્યો હતો. અને તે શહેરના કૃષ્ણા કોમ્પ્લેક્સમાં રોકાયો હતો. આ દલાલોએ લાલતમાં આવીને સગીરાને લગ્નના કપડાં પહેરાવીને લઈ ગયા હતા.

 • Share this:
  સીતામઢીઃ 12 વર્ષની દુલ્હન (12 year old bride) અને 50 વર્ષના આધેડ દુલ્હો (50 year old groom) હોય એવું સપનામાં પણ વિચારમાં ન આવી શકે. પરંતુ ઢગા સાથે માસૂમ બાળકીના લગ્ન (girl child marriage) કરવાની ઘટના બિહારના (bihar) સીતામઢી (sitamadhi) સામે આવી હતી. માસૂમ સાથે લગ્ન કરવા માટે દુલ્હો રાજસ્થાનથી (Rajasthan) છેક બિહાર પહોંચ્યો હતો. બિહારના સીતામઠી જિલ્લાના એક ગામમાં પહોંચ્યો હતો. અહીં દલાલોએ બધું જ રેડી રાખ્યું હતું.

  માસૂમ બાળકી સાથે લગ્ન કરાવવાની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ દુલ્હો નવી નવેલી સગીર દુલ્હનનો દીદાર કરે તે પહેલા જ ગ્રામીણોએ જોરદાર ખાતીરદારી કરી નાંખી ત્યારબાદ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.  આ ઘટના નાનપુર પ્રખંડના બહેડા ગામનો હોવાની વાત છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક સગીરાના લગ્ન ગામના જ રજિયા ખાતૂન નામની મહિલા દલાલ અને કૃષ્ણનંદન નામના પુરુષ દલાલ દ્વારા રાજસ્થાનના અજમેર વિસ્તારમાં રહેતા ગોપાલ રામ નામના વ્યક્તિ સાથે નક્કી થયા હતા.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ હોટલ પાર્કઇનમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, ગ્રાહકો પાસે રૂ.2500 લઈને પીડિતાને માત્ર રૂ.500 અપાતા

  આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! માતા-પિતા વગરની નાની બહેન ઉપર નરાધમ ભાઈ કરતો હતો દુષ્કર્મ, થઈ ધરપકડ

  નક્કી કરેલી તારીખે ગોપાલ લગ્ન કરવા માટે રાજસ્થાનથી સજીધજીને આવી પહોંચ્યો હતો. અને તે શહેરના કૃષ્ણા કોમ્પ્લેક્સમાં રોકાયો હતો. આ દલાલોએ લાલતમાં આવીને સગીરાને લગ્નના કપડાં પહેરાવીને લઈ ગયા હતા.

  આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ સિઝનના પહેલા વરસાદથી પાવાગઢ ડુંગરના પગથિયાઓ પર વહી 'નદી', જુઓ નયનરમ્ય video

  આ વચ્ચે ગામના લોકોને આ વાતની ગંધ આવી ગઈ હતી. ગુસ્સે ભરેલા લોકોએ લગ્ન સ્થળ કૃષ્ણા કોમ્પ્લેક્ષ ઉપર પહોંચી ગયા હતા. અને 50 વર્ષીય આધેડ દુલ્હાને જોઈને ગુસ્સાથી લાલ થઈ ગયા હતા.  અને આધેડ દુલ્હાને પકડીને લોકોએ જોરદાર ધોઈ નાંખ્યો હતો. અને ત્યારબાદ પોલીસને જાણ કરીને પોલીસના હવાલે કર્યો હતો. આમ ગામ લોકોની સતર્કતાથી એક માસૂમની જિંદગી બર્બાદ થતા બચી ગઈ હતી.
  Published by:ankit patel
  First published:June 18, 2021, 19:54 IST