Home /News /national-international /

આધાર-પૂરાવા વગરનાં 12 શકાંસ્પદ રોહિંગીયા મુસ્લિમોની ધરપકડ

આધાર-પૂરાવા વગરનાં 12 શકાંસ્પદ રોહિંગીયા મુસ્લિમોની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

આ લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાંથી મિઝોરમ ઘૂંસ્યા હોય તેવી શકાં છે.

    મિઝોરમ: આધાર-પુરાવા વગર ભારતમાં વસવાટ કરતા 12 શકાંસ્પદ બાંગ્લાદેશી રોહિંગીયાની મિઝોરમમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ લોકો પાસે ભારતનાં નાગરિક તરીકે કોઇ પુરાવા નથી.

    આ લોકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાંથી મિઝોરમ ઘૂંસ્યા હોય તેવી શકાં છે.
    પોલીસે કહ્યું કે, આઠ મહિલાઓ અને ચાર બાળકોને બંગવાન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.

    પોલીસને એવી શકાં છે કે, આ તમામ લોકો હ્યુમન ટ્રાફિકીંગનાં ભોગ બનેલા છે.
    પોલીસને આ વ્યક્તિઓ પાસેથી સીમ કાર્ડ વગરનાં મોબાઇલ ફોન પણ મળ્યા છે. અમે આ લોકોની સાચી ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

    આ આઠેય લોકો એક મહિલાનાં ઘરમાંથી મળ્યા હતા. આ મહિલાએ એવો દાવો કર્યો કે, તેના સગા-વ્હાલાં મ્યાનમારમાં રહે છે તેમણે તેને કહ્યું હતું કે, આ મહેમાનોને થોડા દિવસો તારે ત્યાં રાખજે.

    આ પહેલા, એપ્રિલ મહિનામાં ભારત અને મ્યાનમાર દેશની સરહદે આઠ રોહિંગીયાની અટકાયત કરવામાં આવી હતી. આ લોકો ગેરકાયદેસર રીતે ભારતનાં મિઝોરમમાં પ્રવેશ કરી રહયા હતા. જો કે, તેમને સરહદેથી જ પાછા મોકલવામાં આવ્યા હતાં.

    તેમણે એવો દાવો કર્યો હતો કે, તેઓ બાંગ્લાદેશમાં આવેલી રાહત છાવણીમાં રહેતા હતાં પણ કોઇક લોકોએ તેમનું અપહરણ કરી લીધું હતું અને તેમને મિઝોરમમાં ટ્રક મારફતે લાવ્યા હતાં.

    એક અંદાજ પ્રમાણે, સાત લાખ રોહિંગીયા મુસ્લિમો મ્યાનમાર દેશ છોડીને બાંગ્લાદેશમાં નાસી છુટ્યા હતાં. મ્યાનમારમાં આ મુસ્લિમો પર ત્યાંની મિલિટ્રીએ સપાટો બોલાવ્યો હતો અને અનેક લોકો બાંગ્લાદેશ તરફ ભાગ્યા હતાં.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Arrested, Muslims, બાંગ્લાદેશ, મ્યાનમાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन