Home /News /national-international /

આ 12 રાજ્યસભા સાંસદ થયા સસ્પેન્ડ, સંસદના બાકી સત્રમાં નહીં લઇ શકે ભાગ

આ 12 રાજ્યસભા સાંસદ થયા સસ્પેન્ડ, સંસદના બાકી સત્રમાં નહીં લઇ શકે ભાગ

12 સાંસદોને સસ્પેન્ડ કરાયા

Winter Session of Parliament 2021 Updates: સંસદમાં ગેરવર્તન મામલે આ તમામ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

    રાજ્યસભામાંથી હાલના શિયાળુ સત્રમાં (Winter Session of Parliament) વિપક્ષી દળોના 12 સાંસદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મોનસૂન સત્રમાં થયેલા હંગામાની અસર આ સત્રમા થઈ છે. કોંગ્રેસ, ટીએમસી, CPI અને શિવસેનાના 12 સાંસદોને રાજ્યસભામાંથી સમગ્ર સત્ર દરમિયાન સસ્પેન્ડ (Rajya Sabha MPs suspended) કરવામાં આવ્યા છે. આ સાસંદો હવે રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. નોંધનીય છે કે, સંસદમાં ગેરવર્તન મામલે આ તમામ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

    12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

    1. એલામરમ કરીમ (CPM)
    2. ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ)
    3. છાયા વર્મા (કોંગ્રેસ)
    4. રિપુન બોરા (કોંગ્રેસ)
    5. બિનય વિશ્વમ (CPI)
    6. રાજમણિ પટેલ (કોંગ્રેસ)
    7. ડોલા સેન (TMC)
    8. શાંતા છેત્રી (TMC)
    9. સૈયદ નાસિર હુસૈન (કોંગ્રેસ)
    10. પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના)
    11. અનિલ દેસાઈ (શિવસેના)
    12. અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ)

    કેમ સાંસદોને સસ્પેન્ડ કર્યા?

    11 ઓગસ્ટે વીમા બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. સંસદની અંદર પણ હંગામો થયો હતો. સ્થિતિ એવી હતી કે, મામલો શાંત પાડવા માટે માર્શલને બોલાવવા પડ્યા હતા. તે દિવસે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, ગૃહમાં જે પણ થયું છે તેનાથી લોકશાહીનું મંદિર અપવિત્ર થયુ છે.



    કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Narendrasinh tomar) સોમવારે લોકસભામાં વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 (Farm Laws Repeal Bill) રજૂ કર્યું હતું. જે બાદ થોડા જ સમયમાં પસાર થયું હતું. તે દરમિયાન, વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ બિલ લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ પરત લેવામાં આવ્યુ છે. હવે આ અંગેની મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું છે.

    આ પણ વાંચો - Farm Laws Repeal Bill: ત્રણેય કૃષિ બિલ પરત ખેંચ્યા, હવે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે

    પીએમ મોદીએ શિયાળુ સત્ર પહેલા શું કહ્યુ હતુ?

    શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- 'આ સંસદનું મહત્વપૂર્ણ સત્ર છે. દેશના નાગરિકો સારું સત્ર ઈચ્છે છે. તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તમે ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કામ કર્યું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.

    '
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Indian Parliament, Parliament winter session, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन