એક જ પરિવારના 12 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા

News18 Gujarati
Updated: March 27, 2020, 8:49 AM IST
એક જ પરિવારના 12 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા
આવી રીતે વધતી ગઈ કોરોના વાયરસની ચેઇન, બીજા સંબંધીઓ પણ આવી શકે છે ઝપટમાં

આવી રીતે વધતી ગઈ કોરોના વાયરસની ચેઇન, બીજા સંબંધીઓ પણ આવી શકે છે ઝપટમાં

  • Share this:
કોલ્હાપુરઃ મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોના વાયરસ (Coronavirus) ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી અહીં 130 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અહીંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોલ્હાપુરની પાસે એક જ પરિવારના 12 સભ્યો કોરોના વાયરસ (COVID-19)ના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. સૌથી પહેલા 23 માર્ચે પરિવારના 4 સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ચારેય સભ્યો હજ કરીને પરત ફર્યા હતા.

આવી રીતે વધતી ગઈ કોરોના વાયરસની ચેઇન


અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, આ પરિવાર સાંગલી જિલ્લાના ઈસ્લામપુર ગામના રહેવાસી છે. સૌથી પ્હેલા હજથી પરત ફરેલા પરિવારના 4 સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 23 માર્ચે આ સૌના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 25 માર્ચે પરિવારના વધુ 5 સભ્યોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ પાંચેય પણ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ મેડિકલ ટીમે પરિવારના વધુ 3 લોકોને ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા. આ ત્રણેય પોઝિટિવ પુરવાર થયા. આ રીતે એક જ પરિવારના 12 લોકો ખતરનાક કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા.

અનેક લોકો આવી શકે છે તેની ઝપટમાં

આ દરમિયાન સાંગલી જિલ્લાના સિવિલ સર્જન સંજય સાલુનખેએ કહ્યું કે આ પરિવારના સંપર્કમાં આવનારા તમામ લોકોના સેમ્પલ હવે લેવામાં આવી રહ્યા છે. આ સૌના રિપોર્ટ હવે શુક્રવારે આવવાના છે. ડૉક્ટરોને એ વાતનો ડર છે કે કોરોનાની આ ચેઇન ઘણી લાંબી હોઈ શકે છે. એટલે કે આ ગામના અનેક લોકો તેની ઝપટમાં આવી ગયા હશે. આ ઉપરાંત ડૉક્ટરોએ પરિવારના તમામ નજીકના સંબંધીઓને આઇસોલેટ કરી દીધા છે.આ પણ વાંચો, ગુજરાતની આ 4 ખાનગી લૅબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી, જુઓ યાદી

મહારાષ્ટ્રમાં સંખ્યા વધી રહી છે

આ દરમિયાન, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 3 લોકોનાં મોત થઈ ચૂક્યા છે જ્યારે 130 લોકો અત્યાર સુધી સંક્રમિત છે. કોલ્હાપુર, સાંગલી અને પુણેના એક-એક નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કર્ફ્યૂ દરમિયાન લોકોને કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. કરિયાણાનો સામાન, દૂધ, બેકરી, ચિકિત્સા વગેરે આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યએ સંક્રમણ રોકવા માટે સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ લગાવી દીધો છે, તેની સાથોસાથ રસ્તા પર થૂંકનારા પર 1000 રૂપિયાનો દંડ પણ જાહેર કર્યો છે.

આ પણ વાંચો, કોરોનાએ દુનિયામાં લગાવ્યું સૌથી મોટું લૉકડાઉન, 172 કરોડ લોકો પોતાના ઘરોમાં કેદ
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर