બુલઢાણા, મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના બુલઢાણા (Buldhana Accident)જિલ્લામાં સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે મજૂરોને લઈ જઈ રહેલો ટ્રક પલટી જતા લગભગ 12 મજૂરોના મોત થયા છે. આ જાણકારી પોલીસે આપી છે. શરૂઆતની માહિતી પ્રમાણે મજૂર બુલઢાના જિલ્લાના સિંધખેદરાજા તાલુકાના દુસરબીડથી સમૃદ્ધિ હાઇવે પર (Nagpur-Mumbai Samruddhi Expressway project)કામ કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તાડેગામમાં દુર્ઘટના થઇ હતી.
એક અધિકારીએ જણાવ્યું કે ઘટના સિંધખેદરાજા મેહકર રોડ (Sindkhedraja-Mehkar Road)પર તાડેગામ ફાટામાં દુસરબીદ ગામની પાસે બપોર 12 વાગ્યાની આસપાસ બની હતી. તે સમયે મજૂરો નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પરિયોજના પર કામ માટે જઈ રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે રાજમાર્ગ પરિયોજના માટે સ્ટીલનું પરિવહન કરનાર વાહનમાં કુલ 16 મજૂરો સવાર હતા. બુલઢાણાના પોલીસ અધિક્ષક અરવિંદ ચાવરિયાએ કહ્યું કે વાહનની ઝડપ ઘણી હતી અને રસ્તા પર એક મોટા ખાડાના કારણે પલળી મારી ગઈ હતી. જેમાં 12 મજૂરોના મોત થયા છે અને અન્ય ઇજાગ્રસ્ત થયા છે.
અધિકારીએ જણાવ્યું કે આ વિશે સૂચના મળતા જ કિંગગામ રાજા સ્ટેશનના પોલીસ કર્મી સ્થળ પર પહોંચ્યા અને બચાવ અભિયાન શરુ કર્યું હતું. અધિકારીએ કહ્યું કે ઈજાગ્રસ્તોમાંથી કેટલાકને જાલના જિલ્લાના સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે અન્યને સિંધખેદરાજા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેમના મતે મોટાભાગના મજૂરો બિહાર અને ઉત્તર પ્રદેશના છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર