ઓડિસા: પૂલ નીચે પ્રવાસીઓ ભરેલી બસ ખાબકી, 12નાં મોત, અનેક ઘાયલ

News18 Gujarati
Updated: November 20, 2018, 11:08 PM IST
ઓડિસા: પૂલ નીચે પ્રવાસીઓ ભરેલી બસ ખાબકી, 12નાં મોત, અનેક ઘાયલ

  • Share this:
ઓડિસાના કટક નજીક મહાનદી પર બનેલા એક પૂલમાં બસ દુર્ઘટના સર્જાઇ છે, જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે, તો અનેક લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા, બસ પૂલ નીચે પડી ગઇ અને ઉંધી વળી ગઇ હતી.

આ પણ વાંચો ઇન્ટરનેશનલ યૂઝર્સ માટે Jio લાવ્યું સારા સમાચાર, આવી સર્વિસ આપનારું દેશમાં પ્રથમ

પ્રાથમિક વિગત પ્રમાણે ઓડિસામાં કટક નજીક મોડી રાત્રે ગોઝારો બસ અકસ્માત સર્જાયો છે. કટકના જગતપુર નજીક મહાનદી પરથી પસાર થતાં પુલ નીચે 30 પ્રવાસીઓ ભરેલી બસ ખાબકતાં આ ઘટના બની છે. જેમાં જેમાં 12 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી મુજબ બસ કટકથી અંગુલ જઈ રહી હતી. જગતપુર પાસે ડ્રાઈવરે બસ પરથી કાબુ ખોઈ બેસતા અકસ્માતની ઘટના બની હતી.
First published: November 20, 2018, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading