પૂણે: મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગ અંગે માહિતી મળી રહી છે. સોમવારે બપોરે 2 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી. આ આગમાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો હજી પણ પ્લાન્ટમાં લાગેલી આગમાં ફસાયેલા છે. જેમને હજી સુધી શોધી શકાયા નથી. આગની બાતમી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું છે કે, આ આગને કારણે 12 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે, હાલમાં આ પ્લાન્ટમાં સેનિટાઇઝર બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આગ બાદ અત્યાર સુધીમાં 12 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કુલ 37 કર્મચારીઓમાંથી 17 હજુ લાપતા છે.
ઘટના અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ કેમિકલ પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. માહિતી મળ્યા બાદ ફાયરના આઠ ટેન્કર સ્થળ પર મોકલાયા હતા. હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર