Home /News /national-international /ફિલ્મી સ્ટાઈલમાં બેન્ક લોકરમાંથી ચોરવામાં આવ્યા 12 કરોડ રૂપિયા, અઢી મહીના સુધી બુરખામાં ફર્યો, હવે થઈ ધરપકડ

ફિલ્મી સ્ટાઈલમાં બેન્ક લોકરમાંથી ચોરવામાં આવ્યા 12 કરોડ રૂપિયા, અઢી મહીના સુધી બુરખામાં ફર્યો, હવે થઈ ધરપકડ

પોલીસ અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. જેમાં શેખની બહેન નીલોફર પણ સામેલ છે.

મહારાષ્ટ્ર પોલીસે થાણેના માનપાડ વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કની તિજોરીમાંથી 12 કરોડ રૂપિયાની ચોરી કરવાના મામલામાં મુખ્ય આરોપીની પુનામાંથી ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ આ ઘટનાના અઢી મહિના પછી થઈ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે આરોપીની ઓળખ અલતાફ શેખ(43) તરીકે થઈ છે અને તેની પાસેથી લગભગ નવ કરોડ રૂપિયા જપ્ત થયા છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસે થાણેના માનપાડ વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કની તિજોરીમાંથી 12 કરોડ રૂપિયાની ચોરી કરવાના મામલામાં મુખ્ય આરોપીની પુનામાંથી ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ આ ઘટનાના અઢી મહિના પછી થઈ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે આરોપીની ઓળખ અલતાફ શેખ(43) તરીકે થઈ છે અને તેની પાસેથી લગભગ નવ કરોડ રૂપિયા જપ્ત થયા છે.

    પોલીસે શેખની સોમવારે ધરપકડ કરી છે. તેની સાથે જ પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં શેખની બહેન નીલોફર પણ સામેલ છે. પૈસાની ચોરી 12 જુલાઈના રોજ થઈ હતી.

    એક વર્ષ સુધી કરી હતી ચોરીની તૈયારી

    માનપાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે શેખ મુંબ્રાનો નિવાસી છે અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં કેશિયર તરીકે કામ કરતો હતો. કેશિયર તરીકે તે બેન્કના લોકરની ચાવીઓ પોતાની પાસે રાખતો હતો. તેણે ચોરીની યોજના બનાવવામાં, વ્યવસ્થામાં ખામીઓનો અભ્યાસ કરવા અને ચોરી કરવા માટેના સાધનો પ્રાપ્ત કરવામાં એક વર્ષ લગાવ્યું.

    તપાસ દરમિયાન પોલીસને એ વાતનો ખ્યાલ આવ્યો કે શેશે એસીના ડક્ટને પહોંળું કર્યું, જેથી કેશવાળી રકમ કચરો ફેંકનારી પાઈપ સુધી પહોંચી શકે. તેણે સીસીટીવી કેમરા સાથે પણ છેડછાડ કરી હતી.

    પોલીસે જપ્ત કર્યા લગભગ 9 કરોડ રૂપિયા

    અધિકારીએ જણાવ્યું કે શેખની સોમવારે પુનામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બેન્કમાંથી ચોરી કરવામાં આવેલા 12.20 કરોડ રૂપિયામાંથી માત્ર નવ કરોડ રૂપિયા જ જપ્ત કરી ચુકી છે. તેમણે કહ્યું કે બાકીની રકમ ઝડપથી જપ્ત કરવામાં આવશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Gold theft, Mobile theft, Stealing

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन