દિલ્હીની ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગાઢ ધુમ્મસના કારણે 34 ટ્રેનો મોડી

News18 Gujarati
Updated: December 31, 2019, 9:47 AM IST
દિલ્હીની ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ગાઢ ધુમ્મસના કારણે 34 ટ્રેનો મોડી
દિલ્હીમાં ઠંડીથી રાહત મેળવવા તાપણું કરતાં લોકો (Photo-PTI)

સતત ગગડી રહેલા ઠંડીના પારાએ દિલ્હીવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા, પ્રદૂષણમાં પણ વધારો નોંધાયો

  • Share this:
નવી દિલ્હી : સતત ઘટી રહેલા પારાએ હવે દિલ્હી (Delhi) અને એનસીઆર (NRC)માં લોકોને આફતમાં મૂકી દીધા છે. સ્થિતિ એ છે કે ગગડી રહેલા પારાએ દિલ્હીમાં છેલ્લા 119 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. દેશની રાજધાનીમાં સોમવારે મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું હતું, બીજી તરફ લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી રહ્યું. તેની સાથે જ થોડાક વધારા સાથે મંગળવારે તે 4.8 ડિગ્રી નોંધાયું. હવમાન વિભાગે રાજધાની સહિત કેટલાક પ્રદેશોમાં 2 જાન્યુઆરી સુધી વરસાદની આશંકા પણ વ્યક્ત કરી છે. ગગડી રહેલા પારાની સાથે જ ગાઢ ધુમ્મસના કારણે હવે હવાઈ અને રેલ વ્યવહાર વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. સોમવારે પણ રાજધાનીમાં વિજિબિલિટી શૂન્ય સુધી પહોંચી ગઈ હતી. જોકે, તાપમાનની સાથે જ વિજિબિલિટીમાં પણ મંગળવારે સુધાર જોવા મળ્યો અને તે લગભગ 1200 મીટર રહી.

34 ટ્રેનો મોડી

મળતી જાણકારી મુજબ, ખરાબ હવામાનની અસર રેલ વ્યવહાર પર સૌથી વધુ પડ્યો છે. ગાઢ ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ક્ષેત્રમાં 34 ટ્રેનો મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે હરિયાણાના 16 જિલ્લાઓ માટે ઠંડી અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિજિબિલિટી 0થી 50 મીટર સુધી રહેશે. બીજી તરફ, પંજાબના 18 જિલ્લાઓમાં ઠંડીનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં પણ ઠંડીનો પ્રકોપ ચાલુ છે. બીજી તરફ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે.

પ્રદૂષણ પણ વધવા લાગ્યું

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) મુજબ, ઠંડી હવાઓના કારણે દિલ્હીમાં વાયુ ગુણવત્તામાં પણ ઘટાડો થયો છે. ડીપીસીસીનું માનીએ તો આનંદ વિહારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઈ) 431 'ગંભીર' શ્રેણીમાં નોંધાયું છે. જ્યારે આરકે પુરમમાં એક્યૂઆઈ 372 'ખૂબ ગંભીર' શ્રેણીમાં છે.

હજુ પણ પારો ગગડી શકે છે!

બીજી તરફ, હવામાન વિભાગ મુજબ, આવનારા દિવસોમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. ત્યારબાદ મેદાનવાળા વિસ્તારોમાં ઠંડી વધી જશે. સાથોસાથ મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારબાદ ઠંડીનો પારો વધુ ગગડી શકે છે.

આ પણ વાંચો, મનાલીમાં ઠંડીનો પ્રકોપ : ઝાકળ, ઝરણાં અને નદીઓ બધું જ થીજી ગયું!
First published: December 31, 2019, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading