આ રાજ્યના મુખ્યમંત્રીએ એક જ દિવસમાં આપ્યા સરકારી નોકરીના 11,771 નિમણૂકપત્રો

સિક્કિમના મુખ્યમંત્રી ચામલિંગે કહ્યું કે અમારું દેશનું એક માત્ર એવું રાજ્ય છે જે સરકારી કર્મચારીઓને સૌથી વધુ પગાર આપે છે

News18 Gujarati
Updated: January 13, 2019, 8:43 AM IST
આ રાજ્યના મુખ્યમંત્રીએ એક જ દિવસમાં આપ્યા સરકારી  નોકરીના 11,771 નિમણૂકપત્રો
Chief Minister of Sikkim, Pawan Chamling *** Local Caption *** Chief Minister of Sikkim, Pawan Chamling.Express photo - Oinam Anand08 Jan 2010
News18 Gujarati
Updated: January 13, 2019, 8:43 AM IST
ન્યૂઝ18 ગુજરાતી :

સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગે 'એક પરિવાર, એક નોકરી' યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ અંતર્ગત રાજ્યના પ્રત્યેક પરિવારના એવા એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે, જેમનું કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોય

આ સાથે જ તેમણે ખેતી અને કૃષિ ક્ષેત્રમાં કાર્યરત લોકોની લોનમાફ કરવાની પણ જાહેરાત કરી છે. ચામલિંગ આઝાદી બાદના સૌથી વધુ લાંબો સમય મુખ્યમંત્રી પદે રહેનારા વ્યક્તિ છે. તેમણે શનિવારે આયોજિત એક રોજગાર મેળામાં ઉક્ત યોજનાનો આરંભ કરાવ્યો હતો. આ સાથે તેમણે 32 વિધાનસભા ક્ષેત્રના લોકોને અસ્થાયી નિમણૂંક પત્રો સોંપ્યા હતા

ચામલિંગે 11,771 લોકોને સરકારી નોકરીના નિમણુંક પત્રો સોંપતા જણાવ્યું હતું કે, અન્ય લોકોને પણ આ દસ્તાવેજ જલ્દીથી મળી જશે. આ પૂર્વે મુખ્યમંત્રીએ 20,000 યુવાનોને તુરત જ અસ્થાયી નોકરી આપવાનું એલાન કર્યું હતું

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના મુખ્યમંત્રી ચામલિંગે કહ્યું હતું કે, ' સિક્કિમ દેશનું પ્રથમ એવું રાજ્ય બની ગયું છે, જ્યાં લોકો માટે એવી વિશેષ વ્યવસ્થા કરીને રોજગારીનું આયોજન કરવામાં આવે છે, જે હવે સરકારી સુવિધાઓના હક્કદાર બની જશે'

અત્યાર સુધીમાં સરકારે માત્ર 6.4 લાખની વસતી ધરાવતા આ રાજ્યના એક લાખથી વધુ લોકોને સરકારી નોકરીમાં રાખ્યા છે. ચામલિંગના મતે સિક્કિમ દેશની એકમાત્ર એવું રાજ્ય છે, જે સરકારી કર્મચારીઓને સૌથી વધુ વેતન આપે છે
 
First published: January 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...