Home /News /national-international /દેશના 117 ગણમાન્ય લોકોએ CJI ને લખ્યો પત્ર, લખ્યું- નૂપુર શર્મા મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીથી લક્ષ્મણ રેખા ઓળંગી

દેશના 117 ગણમાન્ય લોકોએ CJI ને લખ્યો પત્ર, લખ્યું- નૂપુર શર્મા મામલામાં સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીથી લક્ષ્મણ રેખા ઓળંગી

નૂપુર શર્મા

Nupur Sharma News - સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે નૂપુર શર્માના નિવેદને દેશભરમાં લોકોની ભાવનાઓને ભડકાવી દીધી છે. આજે જે કશું દેશમાં થઇ રહ્યું છે તે માટે તે જવાબદાર છે

નવી દિલ્હી : નૂપુર શર્મા (Nupur Sharma)પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)દ્વારા ટિપ્પણીની ઘણા પૂર્વ જજોએ ટિકા કરી છે અને ભારતના મુખ્ય ન્યાયધીશને (CJI)પત્ર લખીને તેની ફરિયાદ કરી છે. કેરળ હાઇકોર્ટના પૂર્વ ન્યાયધીશ જસ્ટિસ રવિંદ્રનના પત્રમાં 15 રિટાયર્ડ જજ, 77 રિટાયર્ડ નોકશાહ અને 25 રિટાયર્ડ આર્મી અધિકારીઓએ હસ્તાક્ષર કરીને તેના સ્ટેટમેન્ટનું સમર્થન કર્યું છે. ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માએ પોતાની સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી બધી ફરિયાદોને એકસાથે ક્લબ કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

નૂપુર શર્માની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલની બેન્ચે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું હતું કે તેનું નિવેદન દેશભરમાં આગ લગાવવા માટે જવાબદાર છે. આ ટિપ્પણી પછી રોજ અલગ-અલગ સંગઠન મુખ્ય ન્યાયધીશને પત્ર લખીને ફરિયાદ કરી રહ્યા છે. કેરળ હાઇકોર્ટના પૂર્વ જજ પીએન રવિંદ્રને મુખ્ય ન્યાયધીશને પત્ર લખીને કહ્યું કે આ ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગી છે. તેમના આ પત્ર પર ન્યાયપાલિકા, નૌકશાહી અને સેનાના 117 પૂર્વ અધિકારીઓ અને જજોના સિગ્નેચર છે.

મુખ્ય ન્યાયધીશને લખેલા પત્રમાં શું લખ્યું છે?

પૂર્વ જજ જસ્ટિસ પીએન રવિંદ્રને પત્રમાં લખ્યું કે અમે જવાબદાર નાગરિકના રૂપમાં વિશ્વાસ કરીએ છીએ કે કોઇપણ દેશનું લોકતંત્ર ત્યાં સુધી યથાવત્ નહીં રહે જ્યાં સુધી બધી સંસ્થાઓ સંવિધાન પ્રમાણે પોતાના કર્તવ્યોનું પાલન કરશે નહીં. સુપ્રીમ કોર્ટના 2 ન્યાયધીશોએ પોતાની હાલની ટિપ્પણીઓમાં લક્ષ્મણ રેખા ઓળંગી છે અને અમને આ નિવેદન જાહેર કરવા માટે મજબૂર કર્યા છે. બન્ને જજોની ટિપ્પણીઓએ લોકોને સ્તબ્ધ કર્યા છે. આ ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો ભાગ નથી. એક વ્યક્તિ પર દેશના ઘણા રાજ્યોમાં નોંધાયેલા કેસોને એકીકૃત કરવો તેનો કાનૂની અધિકાર છે.

આ પણ વાંચો - વીડિયોમાં હથિયાર લહેરાવતા જોવા મળ્યા શૂટર્સ, હત્યારાઓએ કરી હતી ઉજવણી, જુઓ Viral Video

નૂપુર શર્માના મામલે સુપ્રીમ કોર્ટે શું કરી હતી ટિપ્પણી

પયગમ્બર મોહમ્મદને લઇને કરેલ ટિપ્પણી માટે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે નૂપુર શર્માના નિવેદનના કારણે ઉદયપુર જેવી દુખદ ઘટના સામે આવી છે. તે એક પાર્ટીની પ્રવક્તા છે તેનો અર્થ એ નથી કે તે કશું પણ બોલી શકે છે. કોર્ટે ટિપ્પણી કરી કે અમે ટીવી ડિબેટને જોઈ છે તેને ભડકાવવાનો પ્રયત્ન કર્યો પણ તે પછી તેણે જે કહ્યું તે શરમજનક છે. તેણે ટીવી પર આખા દેશની માફી માંગવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે નૂપુર શર્માના નિવેદને દેશભરમાં લોકોની ભાવનાઓને ભડકાવી દીધી છે. આજે જે કશું દેશમાં થઇ રહ્યું છે તે માટે તે જવાબદાર છે. કોર્ટે આગળ કહ્યું કે પોલીસે જે કશું કર્યું તેના પર અમારું મો ખોલાવશો નહીં. તેણે હવે મેજિસ્ટ્રેટ સામે હાજર થવું જોઈએ. આ ટિપ્પણી તેનું ઘમંડી વલણને બતાવે છે. જો તે કોઇ પાર્ટીની પ્રવક્તા છે તો તેને કશું પણ કહેવાનો અધિકાર મળી જતો નથી. કોર્ટે કહ્યું કે નૂપુર શર્માએ જેની સામે ફરિયાદ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી પણ નૂપુર શર્માને કશું થયું નથી.
First published:

Tags: Supreme Court, Udaipur

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો