સાચવીને ચલાવજો બાઇક, ટ્રાફિકના ભંગ બદલ 1 લાખ 13 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

પ્રતિકાત્મક તસવીર

નવા મોટર વ્હીકલ એક્ટના નવા કાનૂનોના ભંગ કરવા પર મોટો દંડ ફટકાર્યો

 • Share this:
  ભોપાલ : નવા મોટર વ્હીકલ એક્ટના (Motor Vehicle Act)નવા કાનૂનોના ભંગ કરવા પર રાયગઢ (છત્તીસગઢ) જિલ્લામાં ક્ષેત્રીય પરિવહન કાર્યાલયે મધ્ય પ્રદેશના એક વ્યક્તિ પર મોટો દંડ ફટકાર્યો છે. છત્તીસગઢમાં સંશોધિત મોટર વ્હીકલ કાનૂન 2019 અંતર્ગત કોઈપણ બે પૈડાના વાહન પર લગાવેલા દંડમાં આ સૌથી મોટી રકમ માનવામાં આવી રહી છે.

  નિયમના ભંગ કરનાનું નામ પ્રકાશ બંજારા બતાવવામાં આવી રહ્યું છે. તે મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના અમરપુરા ગામનો રહેવાસી છે. આ વ્યક્તિ બાઇક પર પાણી સંગ્રહ કરનાર ડ્રમ વેચી રહ્યો હતો. રાયગઢ શહેરના DIB ચૌક પાસે ટ્રાફિક પોલીસે કાગળ જોવા માટે તેને રોક્યો હતો. પરિવહન વિભાગના અધિકારીઓએ પોલીસકર્મીઓ સાથે તેની કાગળની તપાસ કરી હતી.

  આ પણ વાંચો - અમેરિકાના ગોપનીય રિપોર્ટમાં ખુલાસો! ભારતને આપી શકે છે સૈન્ય સમર્થન, ચીન થયું નારાજ

  પરિવહન વિભાગ દ્વારા જે ચલણ આપવામાં આવ્યું છે તેના મતે પ્રકાશ હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો હતો અને વાહન રજિસ્ટ્રેશન નંબર પણ ન હતો. તેણે મધ્ય પ્રદેશમાંથી બાઇક ખરીદ્યું હતું અને ગાડીનું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પાણીના ડ્રમ વેચવા માટે રાયગઢ ગયો હતો.

  બાઇક સવારે તોડ્યા આ નિયમ

  રજિસ્ટ્રેશન નંબર, વીમાના કાગળ અને ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવવા અને હેલ્મેટ ન પહેરવા બદલ પરિવહન વિભાગે તેની ઉપર 1,13000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાં 1000 રૂપિયા હેલ્મેટ ના પહેરવા પર, 2000 રૂપિયા ગાડીના વીમો ના કરાવવા પર, 5000 રૂપિયાનો દંડ ગાડીનું રજિસ્ટ્રેશન ના કરાવવા પર અને 5000 રૂપિયા દંડ વૈધ ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવા પર આપ્યો છે. વાહન વિક્રેતા દ્વારા વાહનના વેચાણ દરમિયાન CH -VII 182 A -1 ના ભંગ કરવા માટે એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: