જમ્મુ-કાશ્મીર : એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર; જૈશના એક આતંકીની ધરપકડ

News18 Gujarati
Updated: March 22, 2019, 12:08 PM IST
જમ્મુ-કાશ્મીર : એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર; જૈશના એક આતંકીની ધરપકડ
ફાઇલ તસવીર

પોલીસના જણાવ્યા પ્રમાણે આતિફ નામનો 11 વર્ષનો બાળક અને અન્ય બે નાગરિકો આતંકીઓ જે બિલ્ડિંગમાં છૂપાયા હતા ત્યાં ફસાયા હતા.

  • Share this:
બાંદીપોર : સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ પકડી રાખેલા એક 11 વર્ષના બાળકનું પણ મોત થયું છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં આ અથડામણ થઈ હતી. બીજી તરફ દિલ્હી પોલીસની સ્પેશ્યિલ સેલે જૈશ-એ-મોહમ્મદના એક આતંકીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આતિફ નામનો 11 વર્ષનો બાળક અને અન્ય બે નાગરિકો આતંકીઓ જે બિલ્ડિંગમાં છૂપાયા હતા ત્યાં ફસાયા હતા. રહેઠાણ વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળ્યા બાદ ગુરુવારે સાંજે સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરમાં બંધક બનાવવામાં આવેલા અન્ય બે વ્યક્તિ આતંકીઓની પકડમાંથી ભાગી ગયા હતા, જ્યારે 11 વર્ષના બાળકને આતંકીઓએ પકડી રાખ્યો હતો.

આખી રાત ચાલેલા આ એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ આ ઘરને ઉડાવી દીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને તરફથી થયેલી અથડામણમાં આ ઘર ખરાબ રીતે ખંડિત થયું હતું. 11 વર્ષના બાળકનો મૃતદેહ કાટમાળ નીચેથી મળી આવ્યો હતો.

પુલવામાં હુમલાના માસ્ટરમાઇન્ડના સાગરીતની ધરપકડ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આજે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જદ ખાનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સજ્જદ ખાન પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ટ મદસીરનો નીકટનો વ્યક્તિ છે. મુદસીર મહિનાની શરૂઆતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
First published: March 22, 2019, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading