દર્દનાક મોત: બાળકીએ બસની બારીમાંથી મોઢું કાઢતા જ ટ્રક સાથે ટક્કર, માથું ધડથી અલગ થયું

બાળકીનું દર્દનાક મોત.

Khandawa accident: દુર્ઘટના બાદ ટ્રક ચાલકે ટ્રકને ત્યાં જ છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવર સામે બિન-ઈરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કર્યો છે.

 • Share this:
  ભોપાલ: મધ્ય પ્રદેશના ખંડવામાં અકસ્માત (Khandawa accident)નો એક દર્દનાક બનાવ સામે આવ્યો છે. બસ (Bus)માં મુસાફરી કરી રહેલી બાળકીનું માથું નજીકમાં પસાર થઈ રહેલા ટ્રક (Truck)ના અડફેટે આવી ગયું હતું. જે બાદમાં માથું ધડથી અલગ થઈ ગયું હતું. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. બાળકીની ઉંમર 13 વર્ષની છે, જે તેની માતા સાથે બસમાં મુસાફરી કરી રહી હતી.

  ખંડવા-ઇન્દોર રોડ પર જેમણે પણ આ અકસ્માત જોયો હતો તેઓ હચમચી ગયા હતા. બનાવની વિગતે વાત કરીએ તો બસમાં સવાર 13 વર્ષની બાળકીને ઉલટી આવતા તેણીએ માંથું બહાર કાઢ્યું હતું. આ જ સમયે સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકની ટક્કર થતાં જ બાળકીનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. બસમાં સવાર તમામ લોકો આ અકસ્માતને જોઈને હચમચી ગયા હતા. આ બનાવ દેશગાંવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા રોશિયા ગામ નજીક બન્યો હતો. અહીં એક મોટા વળાંક પર બસ અને ટ્રક ખૂબ નજીકથી પસાર થયા હતા. આ દરમિયાન બાળકીનો જીવ ગયો હતો.

  આ પણ વાંચો: Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, જાણી લો નવો ભાવ

  આવી રીતે બન્યો બનાવ

  રોશિયા પોલીસ ચોકી પ્રભારી રમેશ ગવલેએ જણાવ્યું કે, પ્રભાત બસ સર્વિસની કેબમાં બેસીને 13 વર્ષીય તમન્ના નામની છોકરી પોતાની માતા રુકસાના અને મોટી બહેન હીના સાથે બડવાહ જઈ રહી હતી. ખંડવાથી આશરે 20 કિલોમીટર દૂર રોશિયા ગામ નજીક એક પુલીયા પર બસની સામે એક ટ્રક આવી ગયો હતો. જે બાદમાં બસ અને ટ્રક ખૂબ નજીકથી પસાર થયા હતા. આ દરમિયાન તમન્ના બસની બારીમાંથી મોઢું બહાર કાઢીને ઉલટી કરી રહી હતી. ટ્રકની ટક્કરથી તમન્નાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. તમન્નાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

  આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા


  ટ્રક ચાલક ફરાર

  અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બિન-ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો દાખલ કરીને ટ્રકને જપ્ત કરી લીધો છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દેશગાંવ મોકલવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: