Home /News /national-international /હેવાનિયતની પરાકાષ્ઠાઃ 11 વર્ષની બાળકીનો ગેંગરેપ થયો, માતા બની ગઈ, આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે

હેવાનિયતની પરાકાષ્ઠાઃ 11 વર્ષની બાળકીનો ગેંગરેપ થયો, માતા બની ગઈ, આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે

11 વર્ષની બાળકીનો ગેંગરેપ થયો

Gangrape:નીચે લગાવવામાં આવેલો ફોટો નાનકડી છોકરીનો છે. તે ઉન્નાવ જિલ્લાની છે અને તેની ઉંમર 11 વર્ષ છે હવે તે એક બાળકની માતા છે. કારણ કે 13 ફેબ્રુઆરીએ તેના પડોશના 5 છોકરાઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. કબ્રસ્તાનમાં રડતી વખતે તે બેહોશ થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે ચીંથરેહાલ શરીર હતું અને કપડાં લોહીથી લથપથ હતા

વધુ જુઓ ...
  નીચે લગાવવામાં આવેલો ફોટો નાનકડી છોકરીનો છે. તે ઉન્નાવ જિલ્લાની છે અને તેની ઉંમર 11 વર્ષ છે હવે તે એક બાળકની માતા છે. કારણ કે 13 ફેબ્રુઆરીએ તેના પડોશના 5 છોકરાઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. કબ્રસ્તાનમાં રડતી વખતે તે બેહોશ થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે ચીંથરેહાલ શરીર હતું અને કપડાં લોહીથી લથપથ હતા. ઘટનાને 8 મહિના પસાર થઈ ગયા છે. હવે છોકરીના ખોળામાં 22 દિવસનું બાળક છે.

  પાડોશમાં ખાંડ લેવા ગઈ હતી, છોકરાઓ ઉઠાવી લઈ ગયા


  આ મામલો 13 ફેબ્રુઆરીનો છે. છોકરી ઘર માટે ખાંડ લેવા દુકાન પર જઈ રહી હતી. દુકાનથી ઘર લગભગ 300 મીટરના અંતર પર હતું. અંતર પણ ઓછું હતું, કોઈ ડર નહોતો. લોકો પણ એકબીજાને ઓળખતા હતા. તેમ છતાં એક કલાક સુધી ગુડિયા ઘરે પરત ન આવી.કારણ કે રસ્તામાં 5 છોકરાઓ તેને બળજબરીથી પકડીને કબ્રસ્તાનમાં લઈ ગયા. સામૂહિક બળાત્કાર કર્યો અને તેને મરવા માટે છોડીને ભાગી ગયા.

  આ પણ વાંચોઃ યુવકના પેટમાંથી નીકળ્યો સ્ટીલનો ગ્લાસ, રિપોર્ટ જોઈ ડોક્ટર્સ પણ ડરી ગયા!

  એક કલાક કરતાં વધુ સમય થઈ ગયો. ગુડિયા ઘરે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરી હતી. માતા અને પિતા આસપાસ શોધવા લાગ્યા.કબ્રસ્તાનની આસપાસ પણ ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. કારણ કે ગુડિયા અસહ્ય પીડાના કારણે બેભાન હતી. બે કલાક પછી તે ભાનમાં આવી. તેના કપડા લોહી લથબથ હતા. જેમ તેમ કરીને તે ઘરે પહોંચી. બધાએ વારંવાર સવાલ પૂછ્યો. તે કંઈ બોલી ન શકી.

  સવાર થઈ. ગુડિયા ચૂપચાપ બેઠી હતી. માતાએ ફરીથી પૂછ્યું , "શું થયું?" ગુડિયા તેને ગળે લગાવીને રડવા લાગી. માતાએ તેને સંભાળી અને કહ્યું કે બોલ શું થયું.? ગુડિયા આ વખતે ચૂપ ન રહી. તેને ગામના જ પાંચ છોકરાઓના નામ લેતા કહ્યું, આ બધાએ મારી સાથે ગંદું કામ કર્યું છે. માતાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો હતો કે ઘરની બાજુમાં રહેતા આ છોકરાઓ આવું કરી શકે છે. તે દીકરીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી. ગેંગરેપ સાંભળતા જ પોલીસ સક્રિય થઈ અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી.

  ગુડિયાના પેટમાં દુખાવો થયો તો ડૉક્ટરે કહ્યું- માત્ર સોજો છે


  ઘટનાનાં લગગભગ 1 મહિના પછી ગુડિયાના પેટમાં તીવ્ર દુખાવો થયો. પરિવારના લોકો ઉન્નાવની જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. રેપ કેસ હતો એટલા માટે પોલીસ પણ પહોંચી. ગુડિયાનું અલ્ટ્રાસાઉન્ડ થયું. રિપોર્ટ આવ્યો તો ડૉકટરોએ જણાવ્યું કે ગુડિયાના પેટમાં સોજો છે એટલે દુખાવો થયો. પ્રેગ્નન્સીની વાચ તેને જણાવવામાં જ ન આવી. તે સોજો ઓછો લેવાની દવા લેતી રહી.

  ગુડિયાનું નાનકડું શરીર અસહ્ય પીડા સહન કરી રહ્યું હતું


  ગુડિયા ધીમે ધીમે બઘું ભૂલવા માગતી હતી, પરંતુ પેટમાં થઈ રહેલો અસહ્ય દુખાવો તેને બધું યાદ કરાવતો. એક મહિનાથી સોજાની દવા લઈ રહી હતી, પરંતુ તેનાથી તેને કોઈ રાહત ન થઈ.તેનું નાનકડું શરીર અસહ્ય પીડા સહન કરી રહ્યું હતું. એક દિવસ તે સવારે ઉઠી તો તેને ઉલ્ટીઓ થવા લાગી. માતાએ પાણીમાં ખાંડ નાખી ગુડિયાને પીવડાવ્યું. થોડી રાહત થઈ તો તે સૂઈ ગઈ. પરંતુ હવે દરરોજ આવું થવા લાગ્યું.

  ક્યારેક તેને ઉલ્ટીઓ થતી, ક્યારેક ચક્કર જેવું મહેસૂસ થતું. માતા તેને લઈને ડૉક્ટરની પાસે ગઈ. ફરીથી ગુડિયાની તપાસ થઈ. રિપોર્ટ્સ આવ્યો તો માતા આશ્ચર્યચકિત થઈ ગઈ. ગુડિયાના પેટમાં દોઢ મહિનાનો ગર્ભ હતો.

  ગુડિયાને કહ્યું - તેના પેટમાં પથરી છે


  બાળકની વાત સાંભળી માતા-પિતા પોતાને સંભાળી નહોતા શકતા. ગુડિયાના પિતાએ કહ્યું રેપ પછી આખું ગામ અમારી વિરુદ્ધ થઈ ગયું હતું. અમને કોઈએ સાથ આપ્યો નહીં. લોકો આવે એટલે ટોણા મારતા. અમે આ બધું ભૂલી જવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ, ગુડિયાના પેટમાં બાળક હોવાથી જે સન્માન બચ્યું હતું તે પમ છીનવાઈ જશે.

  માતાએ કહ્યું, “અમે સહન કર્યું છે, પરંતુ અમે અમારી 11 વર્ષની છોકરીને કેવી રીતે કહીએ કે તે માતા બનવાની છે. તેથી તેની સાથે ખોટું બોલ્યા. તેને કહેતા રહો કે તેના પેટમાં પથરી છે, તેથી તે દુખે છે."

  તેણી આગળ કહે છે કે એક તરફ અમે ગુડિયા સાથે ખોટું બોલતા રહ્યા, તો બીજી તરફ અમે તેના બાળકને પડાવવાની કોશિશ કરતા રહ્યા. પરંતુ, અમને પરવાનગી મળી નહીં.

  ડૉક્ટરોનું કહેવું હતું કે ગુડિયા હજુ ઘણી નાની છે અને તેના પેટમાં રહેલું બાળક પણ દોઢ મહિનાનું થઈ ગયું છે. હવે ગર્ભપાત કરાવવાથી ગુડિયાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. માતાએ કહ્યું કે અમે અમારી ગુડિયાનો જીવ જોખમમાં મૂકવા નથી માગતા. તેથી બાળકને તેના પેટમાં ઊછેરવા દીધું.

  છોકરો થયો છે...આ સાંભળી પરિવાર દુઃખી હતો


  20મી સપ્ટેમ્બર... બપોરે 3 વાગ્યાની આસપાસ. હંમેશની જેમ, હોસ્પિટલમાં બધું શાંત હતું. દર્દીઓ પોતપોતાના પથારીમાં સૂતા હતા. અચાનક હોસ્પિટલના ગેટ પર બૂમો પાડવાનો અવાજ આવ્યો. ડૉક્ટર, કૃપા કરીને મારી બાળકીને બચાવો. તે પેટમાં દુખાવાથી રડી રહી છે. બાળકી હોશ અને બેભાન વચ્ચે ઝઝૂમી રહી હતી. માતાની ચીસોનો અવાજ સાંભળીને ડૉક્ટર ત્યાં પહોંચ્યા. જોયું તો છોકરીનું પેટ ફૂલેલું હતું. માતા આજીજી કરતી રહી, પરંતુ રાત્રે તેને એડમિટ ન કરવામાં આવી. ઘણી આજીજી બાદ તેને સવારે 11 વાગે દાખલ કરવામાં આવી હતી.

  21 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલના વોર્ડમાં કિલકારીયા ગૂંજી. ગુડિયા માતા બની ગઈ. તેને એક છોકરાને જન્મ આપ્યો હતો. આ સાંભળી બાળકની માતા રડી રહી હતી. પિતા ઉદાસ ઉભા હતા. તેમના ચહેરા પર ખુશીની જગ્યાએ મનમાં ગુસ્સો અને બાળકની સંભાળની ચિંતા હતી.

  ગુડિયાની માતાએ કહ્યું, અમે બાળકને દૂધ આપીએ છીએ


  જ્યારે અમે ગુડિયાના ઘરે પહોંચ્યા તો તે બાળકની પાસે ચૂપચાપ બેઠી હતી. તેને પોતાની કે બાળકની પરવા નહોતી. અમે કંઈક પૂછીએ તો ગુડિયા ધીમા અવાજમાં જવાબ આપતી હતી, પછી ચૂપ થઈ જતી હતી. તેની માતાએ જણાવ્યું કે ગુડિયા હવે આવી જ રીતે શાંત રહેવા લાગી છે. મન થાય તો બાળકને ખવડાવે છે, નહીં તો ચૂપચાપ બેસી રહે છે. માતાએ જણાવ્યું કે, ગુડિયા હજી નાની છે એટલા માટે બાળકની સંભાળ અમે કરીએ છીએ. તેને દૂધ અમે પીવડાવીએ છીએ. જે થયું તેમાં આ બાળકની શું ભૂલ. તેથી અમે આખી જીંદગી તેનો ઉછેર કરીશું.

  આ કેસમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ


  ગુડિયાની સાથે રેપ કરનારા 5માંથી 3 આરોપી 8 મહિનાથી જેલમાં છે. ગુડિયાના પિતા જણાવે છે કે, પોલીસે જે ત્રણ લોકોની ધરપકડ કરી છે તેમાં એક નિર્દોષ છે. અમે પોલીસને પણ કહ્યું, પરંતુ તેમને વાત ન માની. જ્યારે અન્ય ત્રણ આરોપી ગામમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમ છતાં પોલીસે તેની ધરપકડ નથી કરતી. તે છોકરાઓ સતત ગુડિયાને જાનથી મારવાની ધમકરીઓ આપતા રહે છે.
  Published by:Priyanka Panchal
  First published:

  Tags: Crime New, Gang rape, Minor Gang Rape, Uttar Pradesh‬

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन