Home /News /national-international /મા સૂતી છે અને મારી સાથે નથી બોલતી, એવું સમજીને બે દિવસ શબ સાથે રહ્યો બિચારો બાળક, પછી ખબર પડી કે...

મા સૂતી છે અને મારી સાથે નથી બોલતી, એવું સમજીને બે દિવસ શબ સાથે રહ્યો બિચારો બાળક, પછી ખબર પડી કે...

bengaluru

KARNATAKA: કર્ણાટકના બેંગાલુરુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક 11 વર્ષના બાળકે પોતાની મૃત માતાના શબ સાથે બે દિવસ વિતાવ્યા હતા.

  • Local18
  • Last Updated :
  • Bangalore [Bangalore], India
BENGALURU : કર્ણાટકના બેંગાલુરુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક 11 વર્ષના બાળકે પોતાની મૃત માતાના શબ સાથે બે દિવસ વિતાવ્યા હતા. જો કે વધારે ચોંકાવનારી બાબત તો એ છે કે આ બાળકને જાણ હતી કે તેની માતાનું દેહાંત થઈ ગયું છે. RT નગર પોલીસના જણાવ્યા અનુસાર 45 વર્ષીય અનમ્માનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

કેવી રીતે થયું મોત?

45 વર્ષીય અનમ્મા ઊંઘમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. તેણીને લો શ્યુગર અને લો બીપીને કારણે ઊંઘમાં જ મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.
તેણીના પતિનું મોત હજુ એક વર્ષ પહેલા જ કિડની ફેલ થઈ જવાના કારણે થયું હતુ. અનમ્મા લોકોના ઘરકામ કરતાં હતા અને તેણીના દીકરા સાથે ભાડાના મકાનમાં રહેતા હતા.

28 ફેબ્રુઆરીના દિવસે નાનકડો બાળક સવારે ઉઠ્યો હતો અને તેણે જોયું કે તેની માં પથારીમાં જ ઊંઘી રહ્યા હતા. તેણે મા ણે સૂતેલા જોઈને વિચાર્યું કે તેની ઊંઘી રહ્યા છે. તે સ્કૂલે ગયો હતો અને બપોરે મિત્રના ઘરે જામી લીધું હતું. સાંજે જ્યારે રમીને પાછો આવ્યો ત્યારે પણ તે ત્યાં જ ઘરે સૂઈ ગયો હતો. આ રીતે તેણે બે દિવસ સુધી પોતાનું રૂટિન ચાલુ રાખ્યું હતુ.

આ પણ વાંચો: પુરુષની અગ્નિપરીક્ષા: અનૈતિક સંબંધોના આક્ષેપમાં પવિત્રતા સાબિત કરવા ધગધગતો સળિયો પકડ્યો, 11 લાખ પણ ગયા!

ગુરુવારે તેણે આડોશપાડોશના લોકોણે કહ્યું હતું કે તેની મા તેનાથી ગુસ્સે ભરાઈ છે અને તેની સાથે વાત નથી કરી રહી છેલ્લા બે દિવસથી. જ્યારે પાડોશીઓ આ બાબતે પૂછવા ઘરે આવ્યા ત્યારે તેઓને જાણ થઈ હતી કે તેની માતાનું મૃત્યુ થઈ ગયુ હતુ.



ત્યાર પછી પાડોશીઓ દ્વારા પોલીસણે જાણ કરવામાં આવી હતી.
બાદમાં બોડીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ. અને પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું હતું કે તેણીનું મોત કુદરતી રીતે જ થયું હતુ.
First published:

Tags: Bengaluru, Deaths

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો