Home /News /national-international /જાપાન: વૃદ્ધાશ્રમમાં લાગી આગ, 11 લોકો બળીને ખાખ

જાપાન: વૃદ્ધાશ્રમમાં લાગી આગ, 11 લોકો બળીને ખાખ

જાપાન: ઉત્તરી જાપાનમાં એક વૃદ્ધાશ્રમમાં આગ લાગવાથી 11 લોકોના મોત થયા છે. ટેવીવિઝન ફુટેજ અનુસાર 3 માળની ઇમારતમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડના 10થી વધુ જવાનોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. આગ લાગવાના કારણે ઇમારતની છત પડી ભાંગી છે.

મૃતકોમાં 8 પુરૂષ અને 3 મહિલાઓ સામેલ છે. હક્કૌદોના સપોરો સ્થિત આવેલુ વૃદ્ધાશ્રમનું સંચાલન એક સ્થાનીક સંસ્થા કરે છે. જેમાં કુલ 16 લોકો રહેતા હતા.



પોલીસના એક પ્રવક્તાએ જણાવાવ્યું કે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. જ્યારે મૃતકોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે આગ ક્યા કારણોસર લાગી હતી. તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ વૃદ્ધાશ્રમમાં રાત્રે સામાન્ય રીતે કોઈ કર્મચારીઓ હોતા નથી.
Published by:Nisha Kachhadiya
First published:

Tags: જાપાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन