જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના શંકાસ્પદ સ્થિતિમાં મોત, તપાસમાં લાગી પોલીસ

જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના શંકાસ્પદ સ્થિતિમાં મોત, તપાસમાં લાગી પોલીસ
ભોજનમાં ઝેર કે ઝેરી ગેસના કારણે એક જ પરિવારના તમામ સભ્યોના મોતની આશંકા, બહેનની ભૂમિકા પર શંકા

ભોજનમાં ઝેર કે ઝેરી ગેસના કારણે એક જ પરિવારના તમામ સભ્યોના મોતની આશંકા, બહેનની ભૂમિકા પર શંકા

  • Share this:
    જોધપુરઃ રાજસ્થાનના જોધપુર (Jodhpur) જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓ (Pakistani Refugees) ના મોત (Death) થયા છે. આ ઘટનાના કારણે પોલીસ અને પ્રશાસન દોડતું થઈ ગયું છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

    મળતી જાણકારી મુજબ, મામલો દેસૂ પોલીસ સ્ટેશનની હદના લોડતા વિસ્તારનો છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી મોતના કારણો વિશે જાણી નથી શકાયું. પરંતુ પ્રથમ દૃષ્ટિએ ઝેરી ગેસ કે ઝેરી ભોજનના કારણે મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તમામ લોકો અચલાવતા ગામમાં ખેતીનું કામ કરતા હતા. બીજી તરફ, દેચૂ પોલીસ સ્ટેશનના અધિકારી રાજૂ રામ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.



    રાજૂ રામે જણાવ્યું કે, આ પરિવાર પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલો પરિવાર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શક્ય છે કે ઝેરી ભોજન ખાવાથી કે કોઈ ઝેરી ગેસના કારણે આ પરિવારના તમામ સભ્યોના મોત થયા છે. આ ઘટનામાં 6 વયસ્ક અને 5 બાળકોનાં મોત થાય છે. પોલીસ અધિકારી રાજૂ રામે જણાવ્યું મૃતકોમાં 4 પુરુષ અને 7 મહિલા છે.

    આ પણ વાંચો, કાકીએ ગુસ્સામાં 2 વર્ષના ભત્રીજાને કબાટમાં કેદ કરી દીધો, 6 કલાક બાદ મળી લાશ

    રક્ષા બંધનના પ્રસંગે આવેલી બહેન અહીં જ રોકાઈ ગઈ હતી

    સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ પરિવારની એક બહેન જે વ્યવસાયે નર્સ છે, અહીં પોતાના ભાઈને રાખડી બાંધવા માટે આવી હતી. ત્યારબાદ અહીં રહેવા લાગી. થોડાક લોકોનો એવો પણ અંદાજો છે કે બહેને સૌથી પહેલા 10 લોકોને ઝેરી ઇન્જેક્શન આપી દીધા, બાદમાં પોતાને પણ ઇન્જેક્શન આપી દીધું.

    12 લોકો ઘટના સમયથી ખેતરમાં હાજર

    પોલીસની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે આ પરિવારમાં કુલ 11 લોકો હતા અને એક બહેન અહીં આવી હતી. ત્યારબાદ કુલ 12 લોકો અહીં હાજર હતા. જેમાંથી 11 લોકોનાં મોત થયા છે. પરિવારનો એક સભ્ય ખેતમાં ગયો હતો અને તેનું કહેવું છે કે તેને રાત્રે ત્યાં જ ઊંઘ આવી ગઈ. જ્યારે તે સવારે આવ્યો તો જોયું કે પરિવારના તમામ સભ્યોના મોત થઈ ગયા છે.

    ઘટનાસ્થળે FSLની ટીમ બોલાવાઈ

    હાલ, ઘટનાસ્થળે કોઈને પ્રવેશ નથી અપાતો. જે રૂમમાં આ ઘટના બની ત્યાં પોલીસે પ્રતિબંધ લગાવી દીધો છે. હવે પોલીસ રાહ જોઈ રહી છે કે FSL ટીમના આગમનની. FSL ટીમ સ્થળ પરથી તમામ પ્રકારના પુરાવા એકત્ર કરી યોગ્ય દિશામાં તપાસ કરી વધુ ખુલાસા કરી શકે છે.

    આ પણ વાંચો, દારૂ ભરેલી ટ્રક પલટી તો પોલીસની હાજરીમાં જ લોકો બોટલો લૂંટીને ભાગ્યા

    હાલ પોલીસ આ મામલામાં હત્યા, આત્મહત્યા અને દુર્ઘટનાના તમામ દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. પોલીસ પરિવારમાં જીવતા બચેલા એકમાત્ર સભ્યને પણ શકની નજરે જોઈ રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:August 09, 2020, 13:06 pm

    टॉप स्टोरीज