Home /News /national-international /પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ દોષી જાહેર, ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું, વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ દોષી જાહેર, ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું, વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

WHO દ્વારા મંજૂરી મળ્યા પછી વિશ્વના વિવિધ દેશો હવે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન Covaxinને માન્યતા આપી રહ્યા છે.

કોરોના વાયરસથી બચવા માટે ભારત બાયોટેકની કોવેક્સીન લગાડનારા ભારતીયો ટૂંક સમયમાં સરળતાથી બ્રિટન જઈ શકશે. કોવેક્સીનને હવે યુકે સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માન્ય કોવિડ-19 રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહી છે.

  નવી દિલ્હી. દેશમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી બાળકોને કોરોનાની રસી લગાડવાની શરૂઆત થઈ શકે છે. દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકો છે, પરંતુ સૌથી પહેલા લગભગ 6 કરોડ બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.તો કોરોના વાયરસથી બચવા માટે ભારત બાયોટેકની કોવેક્સીન લગાડનારા ભારતીયો ટૂંક સમયમાં સરળતાથી બ્રિટન જઈ શકશે. કોવેક્સીનને હવે યુકે સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માન્ય કોવિડ-19 રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહી છે.

  પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ દોષી જાહેર, 12 નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે

  ચિત્રકૂટની મહિલા સાથે ગેંગરેપના મામલામાં પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને મોટો આંચકો લાગ્યો છે. લખનૌના MP MLAને સ્પેશિયલ કોર્ટે ગેંગરેપ કેસમાં દોષી જાહેર કર્યો છે. તેમની સાથે અશોક તિવારી, આશિષ શુક્લા પણ આ કેસમાં દોષી સાબિત થયા છે. હવે કોર્ટ 12 નવેમ્બરે સજા સંભળાવશે. બીજી તરફ વિકાસ વર્મા, રૂપેશ્વર, અમરેન્દ્ર સિંહ, પિન્ટુ અને ચંદ્રપાલને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

  ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું, ઇંગ્લેન્ડથી લીધો બદલો

  T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. આ સાથે કિવી ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે આ લક્ષ્યાંક 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

  ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે બાળકોનું રસીકરણ

  દેશમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી બાળકોને કોરોનાની રસી લગાડવાની શરૂઆત થઈ શકે છે. દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 44 કરોડ બાળકો છે, પરંતુ સૌથી પહેલા લગભગ 6 કરોડ બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. જેના માટે ડીટેઈલ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા આ રસી એવા 6 કરોડ બાળકોને આપવામાં આવશે જેમને કોઈ મોટી બીમારી છે. આ માટે બીમારીનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે.

  વાંચો પૂરા સમાચાર: ડિસેમ્બરના પહેલા અઠવાડિયે શરૂ થશે બાળકોનું વેક્સિનેશન, જાણો કોને મળશે પ્રાથમિકતા

  ચીનના ઈતિહાસના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા જઈ રહ્યા છે શી જિનપિંગ

  રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. આ માટે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના સેંકડો વરિષ્ઠ અધિકારીઓનું ચાર દિવસીય અધિવેશન ચાલી રહ્યું છે. તેમાં 100 વર્ષ જૂના શાસક પક્ષના ઐતિહાસિક પ્રસ્તાવ પર ચર્ચા કરીને તેને પસાર કરવામાં આવશે. સોમવારથી શરૂ થયેલું આ સત્ર CPCની 19મી કેન્દ્રીય સમિતિનું છઠ્ઠું પૂર્ણ સત્ર છે.

  વાંચો પૂરા સમાચાર: ચીનના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા જઈ રહ્યા છે શી જિનપિંગ, જાણો શું છે મામલો?

  વિરાટ કોહલીની પુત્રીને રેપની ધમકી આપનાર વ્યક્તિની હૈદરાબાદથી ધરપકડ

  ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રીને બળાત્કારની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. 23 વર્ષીય રામનાગેશ શ્રીનિવાસ અગુબથિનીની મુંબઈ પોલીસના સાયબર સેલે હૈદરાબાદથી ધરપકડ કરી છે. અગુબથિની વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ હવે અગુબથિનીને મુંબઈ લાવી રહી છે. તેણે આઈઆઈટી હૈદરાબાદમાંથી બીટેક કર્યું છે.

  વાંચો પૂરા સમાચાર:  વિરાટ કોહલી-અનુષ્કા શર્માની દીકરીને દુષ્કર્મની ધમકી આપનાર સોફ્ટવેર એન્જિનિયર નીકળ્યો, પોલીસે કરી ધરપકડ

  તમિલનાડુમાં વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 12 લોકોના મોત

  તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ચેન્નાઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમ્યાન હવામાન વિભાગ તરફથી બુધવારે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. સરકાર તરફથી 9 જિલ્લામાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

  ભારત-ચીન તણાવ વચ્ચે હોંગકોંગે આપી કોવેક્સીનને મંજૂરી

  ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે બે દેશોએ ચીનને મોટો ઝટકો આપતાં મેડ ઈન ઈન્ડિયા કોરોના વિરોધી રસીને પોતાના દેશમાં મંજૂરી આપી છે. આ બંને દેશો સાથે ચીનનો લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મંજૂરી મળ્યા પછી, વિશ્વના વિવિધ દેશો હવે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન Covaxinને માન્યતા આપી રહ્યા છે. આ ક્રમમાં કેટલાય વિકસિત દેશો બાદ હવે હોંગકોંગે પણ માન્યતા આપી છે. તો બ્રિટન 22 નવેમ્બરથી મંજૂરી આપશે.

  આ પણ વાંચો: Congress Jan Jagran Abhiyan: મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ કરશે ‘પદયાત્રા’, કાર્યકર્તાઓ ગામડાઓમાં રહેશે, પ્રભાતફેરી કાઢશે

  5500થી વધુ BSF અને CRPFના જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવશે

  જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 138 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તો 55 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, પ્રદેશમાં સામાન્ય લોકો પર આતંકવાદી હુમલામાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે ખીણમાં વધારાના જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે. BSFના 2500 જવાન અને CRPFના 3000 જવાનોને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવશે.

  કોવેક્સીન લેનારા ભારતીયો કોઈપણ પ્રતિબંધ વિના UK જઈ શકશે

  કોરોના વાયરસથી બચવા માટે ભારત બાયોટેકની કોવેક્સીન લગાડનારા ભારતીયો ટૂંક સમયમાં સરળતાથી બ્રિટન જઈ શકશે. કોવેક્સીનને હવે યુકે સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માન્ય કોવિડ-19 રસીની યાદીમાં સામેલ કરવા જઈ રહી છે. 22 નવેમ્બરથી ભારત બાયોટેક દ્વારા નિર્મિત રસી મેળવનારા પ્રવાસીઓએ હવે ઈંગ્લેન્ડ જઈને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે નહીં. યુકે સરકારનું આ પગલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈમરજન્સી યુઝની યાદીને અનુસરે છે.

  આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સેનાનું સૌથી લાંબુ ઓપરેશન ચાલુ, ‘ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ’નું મોટું નેટવર્ક ધ્વસ્ત, 26ની ધરપકડ

  ઉદ્ધવ ઠાકરેની ગરદનનો દુખાવો વધ્યો, સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થશે

  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બુધવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે જ્યાં તેમની ગરદનની સર્જરી કરવામાં આવશે. ઠાકરેને મુંબઈની એચએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવારમાં બેથી ત્રણ દિવસનો સમય લાગશે. સૂત્રોએ ન્યુઝ18ને જણાવ્યું કે ઉદ્ધવે તેમની કેબિનેટને હોસ્પિટલમાં દાખલ થવા અંગે જાણ કરી છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Corona Vaccination, Covaxine, International news, National News in gujarati, UK

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन