મુજફ્ફરપુરમાં વધુ એક શેલ્ટર હૉમ વિવાદમાં : 11 મહિલાઓ ગાયબ !

News18 Gujarati
Updated: July 31, 2018, 1:28 PM IST
મુજફ્ફરપુરમાં વધુ એક શેલ્ટર હૉમ વિવાદમાં : 11 મહિલાઓ ગાયબ !
'સ્વધાર'ગૃહના કર્મચારીઓએ આ 11 મહિલાઓ ગાયબ થયા હોવાની જાણકારી પોલીસ અને વહીવટીતંત્રથી છુપાવી રાખી હતી.

'સ્વધાર'ગૃહના કર્મચારીઓએ આ 11 મહિલાઓ ગાયબ થયા હોવાની જાણકારી પોલીસ અને વહીવટીતંત્રથી છુપાવી રાખી હતી.

  • Share this:
સુધીર કુમાર, ન્યૂઝ18 :

બિહારના મુજફ્ફરપુરના શેલ્ટર હૉમમાં બાળકીઓ સાથે જાતીયશોષણની શરમજનક ઘટના બહાર આવ્યા બાદ અહીંના વધુ એક શેલ્ટર હોમમાંથી પણ કેટલીક શંકાસ્પદ અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ શેલ્ટર હોમમાંથી 11 મહિલાઓ ગાયબ થઇ ગયું હોવાનું સામે આવી રહ્યું છે. આ સંરક્ષણ ગૃહના અધિકારીઓ અને કર્મચારીઓએ આ મહિલાઓના ગુમ થવા અંગેની વિગતો પોલીસ અને વહીવટીતંત્રથી છુપાવી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે

"બાલિકા ગૃહ કાંડ" પ્રકાશમાં આવ્યા બાદ સરકારે બ્રજેશ ઠાકુર એન્ડ કંપની દ્વારા સંચાલિત તમામ સંસ્થાઓની સમીક્ષા કરી છે. આ ઉપક્રમને અનુલક્ષીને ગત નવમી જૂને સરકારના આદેશ અનુસાર 'સ્વધાર'માં રહેતી 16 મહિલાને બેગુસરાઈમાં તબદીલ કરી દેવામાં આવી હતી. એટલું જ નહિ, અહીંના બધા જ દસ્તાવેજો જપ્ત કરીને ગૃહને સીલ કરી દેવાયું હતું। આ દસ્તાવેજોની જપ્તીના આધારે માલુમ પડ્યું કે અહીંથી પણ 11 મહિલાઓ ગાયબ છે ! આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ નોંધવામાં આવી છે

કહેવાય છે કે, 'સ્વધાર'ગૃહના કર્મચારીઓએ આ 11 મહિલાઓ ગાયબ થયા હોવાની જાણકારી પોલીસ અને વહીવટીતંત્રથી છુપાવી રાખી હતી. આ મામલે સમાજ કલ્યાણ વિભાગના મદદનીશ નિયામક દીવેશકુમારે વધુ એક ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. આ મામલે દીવેશકુમારે સેવા સંકલ્પ અને વિકાસ સમિતિના સંચાલક અને તેના કર્મચારીઓને આરોપી બનાવ્યા છે

ઉલ્લેખનીય છે કે, મુજફ્ફરપુરના સાહુ રોડ ઉપર બ્રજેશ ઠાકુર દ્વારા સંચાલિત એનજીઓ 'સેવા સંકલ્પ અને વિકાસ સમિતિ' દ્વારા બાલિકા ગૃહ ચાલવામાં આવી રહ્યું હતું। આ બાલિકા ગૃહની છોકરીઓ સાથે જાતીયશોષણ થતું હોવાનું અધિકારીક રીતે સાબિત થઇ ચૂક્યું છે. મુજફ્ફરપુર બાલિકા ગૃહમાં જાતીયશોષણ મામલે એફઆઈઆર દાખલ થયા બાદ બ્રજેશ ઠાકુર સહીત 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે
First published: July 31, 2018, 1:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading