ન્યૂઝ18 ગુજરાતી: જમ્મુ-કાશ્મીરના પુંછમાં શનિવારે મોટી દુર્ઘટના થઈ છે. પુંછથી મંડી તરફ જતી એક બસ ખીણમાં પડતાં દુર્ઘટનાનો શિકાર બની છે. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે જ્યારે 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શબોને બસથી બહાર કાઢવા અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, બસ લૂરથી પૂંછ જઈ રહી હતી. વચ્ચે મંડીની પાસે બસ એક ઊંડા નાળામાં પડી ગઈ. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, બસનો રજિસ્ટ્રેશન નંબર JK02Q0445 છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કિશ્તવાડમાં એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અહીં એક ટેન્કર ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ ઘટના કિશ્તવાડની બહાર સ્થિત હસ્તી પુલમાં થઈ.