ભયાનક કિસ્સો: સનબાથ લેતા મહિલાને 'ઝોકું' આવ્યું, ઊંઘમાં પડી તળાવમાં, 11ftનો મગર હાથ-પગ ખાઈ ગયો

મગરે મહિલા પર કર્યો હુમલો (પ્રતિકાત્મક ક્રિએટ તસવીર)

મહિલા તળાવ કિનારે આરામ કરી રહી હતી, એટલે કે સનબાથ કરી રહી હતી. પરંતુ તેને ખ્યાલ નહોતો કે થોડી જ ક્ષણોમાં તેના પર આવો હુમલો થશે, જે તેને મૃત્યુની નજીક લઈ જશે

 • Share this:
  ઘણી વખત એવી ઘટના કોઈ વ્યક્તિ સાથે બની જાય છે જેના વિશે તેણે એક ક્ષણ પહેલા પણ વિચાર્યું પણ ન હોય. આવો જ એક ભયાનક અકસ્માત ફ્લોરિડાથી સામે આવ્યો છે. ફ્લોરિડામાં રહેતી એક મહિલા તળાવ કિનારે આરામ કરી રહી હતી, એટલે કે સનબાથ કરી રહી હતી. પરંતુ તેને ખ્યાલ નહોતો કે થોડી જ ક્ષણોમાં તેના પર આવો હુમલો થશે, જે તેને મૃત્યુની નજીક લઈ જશે. સન બાથ કરતી મહિલાને ઊંઘ આવી ગઈ, ત્યારબાદ એક મગરે તેના પર હુમલો (Alligator Attack Woman) કર્યો.

  આ ઘટના 4 ઓક્ટોબરની કહેવામાં આવી રહી છે. આ મહિલા ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં રહેતી હતી. મળતી માહિતી મુજબ, ઘટનાના દિવસે મહિલા, જેની ઉંમર આશરે 50 વર્ષની હોવાનું કહેવાય છે, તે તેના ઘરની નજીક તળાવ પાસે સન બાથ લઈ રહી હતી. અચાનક તેની આંખ લાગી ગઈ અને તે ત્યાં જ સૂઈ ગઈ. આ દરમિયાન તેણે કરવટ બદલી અને તળાવમાં પડી ગઈ. તે પાણીમાંથી બહાર આવે તે પહેલા તળાવમાં હાજર 11 ફૂટના મગરે તેના પર હુમલો કર્યો અને તેના હાથ-પગ ખાઈ લીધા.

  મદદ મળે તે પહેલાં થઈ ગયો મગરનો હુમલો

  મહિલા સોલ્ટ ક્રીક વોટરવેમાં બનેલી કેનાલ પર પડી આડી પડી હતી. અને ઝપકી આવી, ઊંઘમાં કરવટ બદલી, અને પાણીમાં જઈ પડી. આ પછી, મગર તેને જોઈને તેના પર હુમલો કર્યો. હુમલા બાદ મહિલાએ મદદ માટે ચીસો પાડી હતી. પરંતુ બાજુમાં રહેલા અન્ય લોકો તેને બહાર કાઢવા આવે ત્યાં સુધીમાં મગર તેના પગ અને હાથ ચાવી કાઢ્યા. આ પછી, ખૂબ જ મુશ્કેલીથી, મહિલાને મગરના જડબામાંથી ખેંચી લેવામાં આવી. ત્યાંથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

  મગરને પકડવા આવી ટીમ

  આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસને ડર હતો કે, આ મગર ફરી લોકો પર હુમલો કરી શકે છે. આ કારણોસર, એક ટીમ તેને રાત્રે જ પકડવા માટે આવી ગઈ હતી. કેટલાક કલાકોની મહેનત બાદ પોલીસે 10 ફૂટ 11 ઇંચ લાંબા મગરને પકડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જે સ્થળે મહિલા પડી હતી, તે વિસ્તારમાં ઘણા નિરાધાર અને બેઘર લોકો રાત્રે સૂવા આવે છે. આવી સ્થિતિમાં જો મગર ન પકડાયો હોત તો વધુ હુમલા થવાની પુરી સંભાવના હતી.
  Published by:kiran mehta
  First published: