Home /News /national-international /બકરીનો શિકાર કરીને સ્કુલ બસમાં ચઢી ગયો 11 ફુટ લાંબો અજગર, જુઓ VIRAL VIDEO

બકરીનો શિકાર કરીને સ્કુલ બસમાં ચઢી ગયો 11 ફુટ લાંબો અજગર, જુઓ VIRAL VIDEO

રાયબરેલી જિલ્લામાં એક ખાનગી સ્કૂલ બસમાં એક અજગર ઘુસી ગયો હતો, જેને બચાવવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો. (ફોટો-વિડિયો ગ્રેબ)

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલ બસમાં અજગર જોવા મળ્યો હતો. અજગરની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. બસના એન્જિનની અંદર અજગર ફસાઈ ગયો હતો. સીઓ સિટી વંદના સિંહ અને સિટી મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રાએ અજગર વિશે માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી વન વિભાગની ટીમને સ્થળ પર બોલાવી અજગરને બચાવી લીધો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ અજગરને કોઈક રીતે કાબૂમાં લાવવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી શાળા બંધ હતી. જેથી કોઈ પણ પ્રકારનું જાનહાનિ થઈ નહોતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • New Delhi | New Delhi
    રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલ બસમાં અજગર જોવા મળ્યો હતો. અજગરની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. બસના એન્જિનની અંદર અજગર ફસાઈ ગયો હતો. સીઓ સિટી વંદના સિંહ અને સિટી મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રાએ અજગર વિશે માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી વન વિભાગની ટીમને સ્થળ પર બોલાવી અજગરને બચાવી લીધો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ અજગરને કોઈક રીતે કાબૂમાં લાવવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી શાળા બંધ હતી. જેથી કોઈ પણ પ્રકારનું જાનહાનિ થઈ નહોતી.

    બસ ગામમાં ઉભી હતી

    શનિવારે સ્કૂલના વાહનો નજીકના ગામમાં પાર્ક કરવામાં આવે છે. સોમવારે ત્યાંથી બાળકોને લઈ જતી તમામ બસો આવે છે. શનિવારે જ્યારે બસ ગામમાં ઉભી હતી. ત્યારે ગામના લોકોએ અજગરને બકરીનું બચ્ચું ખાઈને વાહનમાં ચડતો જોયો હતો. ગામના લોકોએ શાળા સંચાલકોને જાણ કરી હતી. ત્યારપછી જ વાહનને ગામમાંથી શાળાની સામે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રને આ બાબતે જાણ કરવામાં આવી હતી.



    સ્કુલ બસમાં અચાનક એક મોટો અજગર ઘુસી ગયો

    સિટી મેજિસ્ટ્રેટ પલ્લવી મિશ્રાએ જણાવ્યું કે રાયબરેલીમાં રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની સ્કૂલ બસમાં એક મોટો અજગર ઘુસી ગયો. પલ્લવી મિશ્રાએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે વીકેન્ડના કારણે શાળા બંધ હતી અને ઘટના દરમિયાન કોઈ નુકસાન થયું નથી.

    ઘટનાનો વીડિયો વાઈરલ થયો

    આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીટની નીચે અજગર જોવા મળી રહ્યો છે. જ્યારે બચાવકર્મીઓ અજગરને કોથળામાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, આ ઘટના સાથે સંબંધિત બીજા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અજગરનું માથું એન્જિનમાં ફસાઈ ગયું છે, જેના માટે અજગરને દોરડું બાંધીને ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Keshod Python Live video, Python In Dustbin, Python swallowed Mongoose

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन