બુરાડી ડેથ મિસ્ટ્રી: 1 ઘર, 11 મોત અને વિચારતા કરી મૂકે તેવું ઘૂંટાતુ રહસ્ય

News18 Gujarati
Updated: July 8, 2018, 8:02 PM IST
બુરાડી ડેથ મિસ્ટ્રી: 1 ઘર, 11 મોત અને વિચારતા કરી મૂકે તેવું ઘૂંટાતુ રહસ્ય

  • Share this:
બુરાડીના સંત નગરમાં આવેલ એક ઘરમાં હવે કોઈ જ રહેતું નથી. પાછલા અઠવાડિયે ઘરના બધા જ સભ્યો મૃત્યું પામ્યા છે. પાછલા બે દશકાથી પરિવારને જાણનાર પડોશી તેમના ઘરે ગયા નહતા. બાળકોને સારી રીતે સમજાવ્યા હતા કે, દોસ્તોને ઘરથી દૂર કેવી રીતે રાખવા છે. પરિવાર ભવ્ય લગ્નની યોજના બનાવી રહ્યું હતું. તમને મોતનો કોઈ જ આભાસ નહતો. શરૂઆતની પોલીસ તપાસમાં તેવું જ સામે આવ્યું છે કે, કોઈએ પણ તેમની હત્યા કરી નથી. પરિવારના દસ લોકો છત સાથે લાગેલ લોખંડની પાઈપ સાથે લટકેલ મળ્યા હતા, તેમની આખો પર પટ્ટી હતી. ઘરની સૌથી બૂઝૂર્ગ સભ્ય 77 વર્ષની નારાયણી દેવીનો મૃતદેહ બીજા કમરામાંથી મળ્યો હતો. અન્ય મૃતક તેમના બે પુત્ર, પુત્રોની પત્નીઓ એક પુત્રી અને પાંચ પોતા હતા, પરંતુ રાતોરાત ભાટિયા પરિવારનું નામો-નિશાન મટી ગયું.

આ મોતોને લઈને પોલીસની કેટલીક થિયરી છે. એક થ્યોરી અનુસાર પરિવાર મોક્ષ પ્રાપ્ત કરવા માટે ગુપ્ત સાધનાનું અભ્યાસ કરી રહ્યું હતું. પોલીસે ઘરમાંથી 11રજિસ્ટર મેળવ્યા છે તે નારાયણી દેવીની 33 વર્ષિય પુત્રી પ્રિયંકાએ પોતાના 46 વર્ષિય અંકર લલિતના નિર્દેશ પર લખ્યા હતા. રજિસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, હાથ અને પગને બાંધવાના છે. ડરને દૂર કરવા માટે આંખો અને મોઢા પર પટ્ટીઓ બાંધેલી હોવી જોઈએ. મૃત શરીર તેવી જ રીતે મળ્યા હતા જેવી રીતે રજિસ્ટરમાં લખેલું હતું.

પરંતુ જેવું કે પોલીસ કહી રહી છે કે, તો શું પરિવારે સાચે જ ગુપ્ત સાધનાનો અભ્યાસ કર્યો? શું આમાં કોઈ તાંત્રિક સામેલ થયો? શું પરિવારના બધા જ સભ્યો જેમાં 15 વર્ષના બે બાળકો પણ સામેલ છે, તેમને જીવનને સમૃદ્ધ બનાવવા માટે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો? બુરાડીની મોતથી સંબંધિત કેટલાક રહસ્ય છે, પરંતુ એકપણ થિયરી તેને સાબિત કરી શકતી નથી.

સુસાઈડ કે મર્ડર?

ભાટિયા પરિવાર સાથેની ઘટનાનો એક અઠવાડિયા પ્રસાર થઈ ચૂક્યો છે અને ભાટિયા પરિવારના પડોસીઓ, દુકાનદારો અને સંબંધીઓ સાથે પૂછપરછ કરીને પોલીસ મોતના રહસ્યને ઉકેલવાની કોશિશ કરી રહી છે.

ભાટિયા પરિવાર કોઈ રહસ્યમય પરિવાર નહતો, તે ખુબ જ સાધારણ હતા. પોલીસ અનુસાર લલિત આખા પ્રકરણનો માસ્ટરમાઈન્ડ હતો. ભાટિયા પરિવારના પડોશી હેમંત જણાવે છે કે, લલિત વધારે વાતો કરતો નહતો પરંતુ તે એક સારો વ્યક્તિ હતો.તેમને કહ્યું, "લલિત ભાટિયાની બાઈક ઘરથી બહાર પાર્ક રહેતી હતી. જ્યારે હું કાર લઈને નિકળતો અને બાઈકના કારણે મને ગાડી કાઢવામાં હેરાની થતી તો લલિત કહ્યાં વગર નીચે ઉતરીને બાઈક હટાવી લેતો. તેઓ આવા વ્યક્તિ હતા."

પડોસિઓનું કહેવું છે કે, પાછલા 20 વર્ષોમાં તેમને એકપણ વખત એવું લાગ્યું નથી કે, ભાટિયા પરિવાર તંત્ર-મંત્રમાં વિશ્વાસ કરે છે. તેઓ મીડિલ ક્લાસ ફેમિલીના સાધારણ લોકો હતો. એક યુવતીએ કહ્યું કે, "તેઓ ધાર્મિક હોઈ શકતા હતો હાલમાં કોઈ ધાર્મિક નથી? ભગવાનમાં વિશ્વાસ કરવાનો મતલબ તે નથી કે, પોતાનું જીવ લઈ લેશે."

પડોશીઓએ જણાવ્યું કે, ભાટિયા પરિવારનો મોટો છોકરો વધારે મૈત્રીપૂર્ણ હતો. પાછલા 15 વર્ષમાં તેના વિસ્તારમાં રહેનાર હેમંતે કહ્યું કે, તેઓ બાળક હતા ત્યારથી પરિવારને ઓળખે છે. તેમને કહ્યું, "હું જમ્યા પછી ભાવેશ ભાઈની દુકાન પર તેમના સાથે વાતચીત કરવા માટે જતો હતો." આટલા વર્ષોમાં વાતચીત દરમિયાન એકપણ વખત લાગ્યું નથી કે, અંધવિશ્વાસના કારણે તેમનો આખો પરિવાર ફાંસી લગાવી શકે છે, પરંતુ હેમંતે જણાવ્યું કે, તે નથી જાણતો કે, ભાટિયા પરિવાર ઘરની અંદર શું કરતો હતો. તેમને કહ્યું કે, તેઓ ક્યારેય તેમના ઘરની અંદર ગયા નથી.

હેમંતની પત્ની પૂજાની નારાયણી દેવીની પોતી પ્રિયંકાની સારી મિત્ર હતી. પૂજાએ પણ કહ્યું કે, તેઓ તેમના ઘરની અંદર ગઈ નથી. પૂજાએ જણાવ્યું કે, એક વખત જ્યારે તેઓ પોતાના પુત્રના મિત્રો જે આખો દિવસ ઘરે આવ્યા કરતાં હતા અને આને લઈને તે પોતાના પુત્રને સમજાવી રહી હતી ત્યારે પ્રિયંકાએ કહ્યું કે, તેમના ઘરના નિયમ છે. પૂજા અનુસાર પ્રિયંકાએ કહ્યું કે, "અમે ધ્રુવ અને શિવમને જણાવી દીધું છે કે, શાળાના મિત્રો શાળામાં અને ટ્યુશનના મિત્રો ટ્યુશનમાં ઘરે કોઈ દોસ્ત આવવો જોઈએ નહી."

પૂજાએ કહ્યું કે, તે થોડૂ આશ્ચર્યચકિત હતુ, પરંતુ આમાં સમાન્ય જેવું કઈ નહતું. તેમને લાગ્યું કે, પરિવાર પોતાના ફેમિલી ટાઈમમાં બીજાની દખલ અંદાજી પંસંદ કરતું નહી હોય. જો કે, તે ઘટના પછી કંઈ જ સામાન્ય લાગી રહ્યું નથી.

પૂજાએ કહ્યું, નોટબંધી દરમિયાન આખું પરિવાર લાઈનમાં એક સાથે ઉભું રહેતો હતો. હેમંત (પૂજાનો પતિ) જ્યારે પાંચસોની બે નોટ બદલી શક્યો નહી તો પ્રિયંકાએ મદદ કરવાનું કહ્યું હતું, તેને કહ્યું કાલે બધા બેંક જઈશું અને હું નોટ બદલી લઈશ. પૂજાએ કહ્યું કે, પ્રિયંકા ખુબ જ વિનમ્ર હતી. જો તેમના ઘરમાં તંત્ર-મંત્રનો અભ્યાસ ચાલી રહ્યો હતો તો મને કેવી રીતે ખબર પડે.

ભાટિયા પરિવારના ઘરથી ત્રણ ઘર છોડીને એક વ્યક્તિ લોકોના કપડાઓની ઈસ્ત્રી કરે છે અને મોટાભાગે તે કપડા પરત કરવા માટે તેમના ઘરે જાય છે. તે પણ ભાટિયા પરિવારના ઘરની અંદર ક્યારેય ગયો નથી. તેનું કહેવું છે કે, પ્રિયંકા પોતાના કપડા ધોવા અને પ્રેસ કરવા માટે આપતી હતી અને પોતે લઈ જતી હતી.

ભાવેશની દુકાન સવારે 5.45 મીનિટ પર ખુલતી હતી, તેનાથી પહેલા તે દરરોજ 5.30 મીનિટ પર નજીકમાં આવેલ રામ મંદિર પર જતો હતો અને ત્યાં હનુમાન ચાલિસાનો પાઠ કરતો હતો. ભાવેશની દિનચર્યા એટલી નિયમિત હતી કે, પડોસીઓને એકપણ વખત શક નથયો કે, કઈ ગડબડ છે.

ફોટો કોપીની દુકાન ચલાવનાર ગુરૂચરણ સિંહને મોહલ્લામાં બધા સરદારજી અંકલ કહે છે. ગુરૂચરણ સિંહે જ સૌથી પહેલા પરિવારને ફાંસી પર લટકેલ જોયો હતો. તેમને કહ્યું કે, જ્યારે સવારે 7 વાગ્યા સુધી દુકાન ખુલી નહી તો તેમને ઘરે જઈને ચેક કરવાનો નિર્ણય કર્યો

ઘરનો મેન દરવાજો ખુલ્લો હતો. તેમને કહ્યું કે, જ્યારે તેઓ ઉપર ગયો તો તેમને બધાને ફાંસીએ લટકેલા જોય. તે પછી તેમને બીજા પડોશીઓને બોલાવ્યા અને એક-એક કરીને બધી જ ડેડ બોડીને નીચે ઉતારી.

મરવા માંગતું નહતું પરિવાર

ભાટિયા પરિવારના ઘરની પાછળની તરફથી એક અંતિમ સીસીટીવી ફુટેજમાં પરિવારને પટ્ટીઓ ખરીદતો જોવા મળ્યો છે, જેને આંખો અને મોઢૂં બંધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી. રાત 10 વાગે ભાવેશની પુત્રી નીતૂ અને તેમની પત્ની સવીતા ચાર પ્લાસ્ટિકના સ્ટૂલ સાથે ઘર તરફ જતા જોવા મળી હતી. આ સ્ટૂલનો ઉપયોગ ફાંસીમાં થયો હતો.

એક અન્ય સીસીટીવ ફુટેજમાં શિવમને ડિલેવરી બોય પાસેથી 20 રોટીઓ લેતા જોવામાં આવ્યો હતો, જેને પરિવારે ઓર્ડર કર્યો હતો. તે પછી શિવર ગ્રાઉન્ડફ્લોર પર ગયો અને ત્યાંથી ઈલેક્ટ્રિક તારોના બંડલ સાથે 10.39 મીનિટ પર ઉપર આવી ગયો. આના કેટલીક મીનિટ પછી ભાવેશ પરિવારના પાળેલા ડોગને વોક પર લઈ ગયો. 11.04 મીનિટ પર તે પરત ફર્યો. સવારે ડોગ છત પર બાંધેલો મળ્યો હતો.

પડોશી હેમંત દરરોજની જેમ ડિનર કરીને કરિયાણાની દુકાને ગયો અને પ્રિયંકાની સગાઈના સમાચાર પર શુભેચ્છાઓ પાઠવી. તેમને કહ્યું, 'તે ખુબ જ ખુશ લાગી રહી હતી, મે તેને પૂછ્યું શું તેમને લગ્નની તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે તો તેને ચાંદની ચૌકથી તેના લગ્ન માટે લહેંગો લાવવા માટે પૂછ્યું.'

પ્રિયંકાની માં પ્રતિભા (57) પડોશના બાળકોને ટ્યુશન આપતી હતી, તેમને પોતાની ક્લાસને કાલે આવવા માટે કહ્યું હતું. એક બાળકની માંએ કહ્યું કે, તેમની પુત્રીની એક પુસ્તક હજુ પણ ભાટિયા પરિવારના ઘરમાં છે.

પોલીસનું કહેવું છે કે, પરિવારે પોતે ફાંસી લગાવી પરંતુ તે મરવા માંગતું નહતું. પોલીસ અનુસાર પિતાની મૃત્યુ પછી લલિતે ઘરને પોતાના અનુશાસનમાં લઈ લીધો હતો. ઘરમાંથી મળેલ રજિસ્ટરમાં પરિવારના સભ્યો માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. રજિસ્ટરમાં લખેલ નોટ્સ અનુસાર લલિત સવારની પ્રાર્થના પછી તેમને સૈનિકોની જેમ ઉભા કરવા માંગતો હતો. નોટબુકમાં જણાવવામાં આવ્યું છે કે, આ માનસિક શક્તિ વધારવા માટે છે.

પોલીસ અનુસાર પરિવારે અનુષ્ઠાનની યોજના પૈસાની સમસ્યાથી પ્રસાર થઈ રહેલ એક સંબંધીની મદદ માટે બનાવી હતી. જોકે, જ્યારે સંબંધીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે, તેના આ વિશે કોઈ જાણકારી નથી.

ભાટિયા પરિવારના લોકો ઘરમાં શું કરે છે તે પડોસી તો ક્યારેય જાણી શક્યા નહી પરંતુ ઘરમાં છ વર્ષ પહેલા કામ કરવાવાળીએ કહ્યું કે, ઘરમાં કંઈક તો એવું હતુ જે સામાન્ય નહતું. નોકરાણીએ જણાવ્યું કે, ધાર્મિક કાર્યો દરમિયાન લલિત પોતાનું નિયંત્રણ ગુમાવી દેતો હતો. તે અકલ્પનીય ચીજો કહેવા લાગતો હતો અને ખુબ જ અજીબ રીતનો વ્યવહાર કરવા લાગતો હતો.

ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે, અનુષ્ઠાન દરમિયાન લલિત અને તેની પત્નીએ પરિવારના બીજા સભ્યોના હાથ પગ બાંધ્યા હશે અને તે પછી પોતે પણ ફાંસી લગાવી લીધી હશે. પોલીસનું તે પણ કહેવું છે કે, લલિત મોત અને આત્માઓના રહસ્ય પર શોધ કરતો હતો. તેના ફોનની હિસ્ટ્રી જણાવે છે કે, તે યૂટ્યુબ પર પેરાનોર્મલ શો જોતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર લલિતને પરિવારવાળાઓને જણાવ્યું કે, તેના શરીરમાં તેના પિતાની આત્મની આત્માએ પ્રવેશ કરી લીધો છે, તેથી પરિવારના સભ્યોએ તેમની વાત માનવી જોઈએ.

પરિવારના બધા જ સભ્ય પૂજા અર્ચના માટે રામ મંદિર જતા હતા. પાછલા દિવસોમાં પુજારીનો વ્યવહાર કઠોર થઈ ગયો. તેઓ મીડિયા અને પોલીસ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોથી પરેશાન હતા. જ્યારે તેમને ભાટિયા પરિવાર વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું, "હું શું કહી શકું છું? તેઓ બાકી લોકોની જેમ જ મંદિર આવતા હતા અને બધાની જેમ પ્રાર્થન કરતા હતા. પરંતુ લોકો આ જવાબથી સંતુષ્ટ થયા નહી. ટોળામાંથી એક બૂઝૂર્ગ મહિલાએ કહી દીધું કે, અરે લલિત તો પોતે એક 'બાબા' બનીને બેસ્યો હતો."

પુજારીએ જણાવ્યું કે, ભાટિયા પરિવાર રાજસ્થાનના 'મેહંદીવાળા બાબા'ના ભક્ત અને બાલાજીના પ્રબળ શિષ્ય હતા. તે આસારામ બાપૂના પણ શિષ્ય હતો. એક બૂઝર્ગ મહિલા જેનો પુત્ર ભાટિયાના ઘરે ટ્યુશન માટે જતો હતો, કહ્યું કે, જ્યારે આસારામ જેલ ગયા તો લલિત ભાટિયા પરિવારનો બાબા બની ગયો.

પોલીસે હવે કહ્યું છે કે, તેઓ લલિતની માનસિક અવસ્થાની તપાસ કરી રહી છે કેમ કે, તે શેરિંગ મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડરનો શિકાર થઈ ગયો હતો.

માનવ વ્યવહાર અને સહયોગી વિજ્ઞાન સંસ્થા (આઈએચબીએએસ)ના નિર્દેશક ડો નિમેશ દેસાઈએ શુક્રવારે એક કાર્યક્રમાં બુરાડીની મોતોને શેરિંગ ડિસઓર્ડરનું પરિણામ ગણાવ્યું હતું.

અફવા અને ડર

ન્યૂઝ પેપર્સ અને પોલીસ રિપોર્ટમાં લલિત વિશે જે વાતો કહેવામાં આવી રહી છે તેનાથી પડોશીઓમાં એક વખત ફરીથી લલિતવના વ્યવહાર પર વિચારવા માટે મજબૂર કરી દીધા છે. વિસ્તારમાં દરજી કામ કરનાર એક મહિલાએ કહ્યું કે, તે હાથ બાંધીને બાળકોને ક્રિકેટ રમતા જોતા હતા. તે વાત કરતો નહતો. અન્ય એક રહેવાસીએ કહ્યું કે, કોણ જાણી શકે કે તેની અંદર શું ચાલી રહ્યું છે?

ગુરૂચરણના પુત્ર અનુસાર ઘટના પછી પડોસીઓમાં ઘણી બધી અફવાઓ ચાલી રહી છે. દુકાનમાં ગળા પર પ્લાયવૂડનો ટૂકડો પડી જવાથી લલિતની અવાજ ખરાબ થઈ ગઈ હતી. જે કારણે તે બોલી શકતો નહતો. પરંતુ હવે અફવા છે કે, તેને મોન વ્રત લઈ લીધો હતો.

ઘરથી ખાલી પ્લોટ તરફ નિકળી રહેલ 11 પાઈપના રહસ્યો પર બોલતા તેને કહ્યું કે, લોકો કહે છે કે, ભાટિયા પરિવારે ભૂતોને નિકાળવા માટે આ પાઈપો લગાવી હતી. ગુરૂચરણના પુત્રએ આવી અફવાઓથી નારાજ થતાં કહ્યું કે, લોકોએ તેમની મોતને મજાક બનાવી દીધી છે.

એક ચાની દુકાન પર ભેગા થઈને પડોશી ભાટિયા પરિવારની રહસ્યપૂર્ણ મોત વિશે વાત કરી રહ્યા હતા. મીડિયા અને પોલીસની સતત ઉપસ્થિતિ તેમને વધારે હેરાન કરી રહી હતી. ચારે બાજુ અફવાઓ ઉડી રહી છે. એક પડોશીએ કહ્યું કે, પરિવારના બધા જ સભ્યો મરી ચૂક્યા છે અને હવે આ લોકો અમને હેરાન કરવા માંગે છે. આ અમને શાંતિથી રહેવા દેશે નહી.

એક બીજા પડોશીએ કહ્યું કે, આ મુદ્દો સતત મીડિયામાં છવાયેલો રહ્યો છે જેના કારણે લોકો ભાટિયા પરિવારને ભૂત ઘર કહેવા લાગ્યા છે.

જ્યારે ભાટિયા પરિવારના ઘરથી 8 કિલોમીટર દૂર વીરેન્દ્ર પબ્લિક શાળામાં જ્યાં ધ્રૂવ અને શિવમ 9મા ધોરણમાં અભ્યાસ કરતાં હતા ત્યાં વાલીઓ બીજી વાતથી હેરાન છે. શાળામાં અભ્યાસ કરનાર બાળકોના વાલીઓ પોતાના બાળકોના મન પરથી આ મોતની સ્મૃતિ મિટાવવા માંગે છે. શાળાના આચાર્યએ કહ્યું કે, બાળકોના માતા-પિતાએ ધ્રુવ અને શિવમ માટે પ્રાર્થના બેઠક આયોજિત કર્યા પછી તેમને ફરિયાદ કરવામાં આવી કે, તેમેન આવું કેમ કર્યું. પ્રિન્સિપાલે કહ્યું કે, તે વ્યક્તિગત રીતે બંને બાળકોને ઓળખતા હતા અને બંને ખુબ જ સારા હતા.

એક પડોશીએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, તે લોકો તો જતાં રહ્યાં પરંતુ હવે જે વીડિયો વારં-વાર સામે આવી રહ્યાં છે તેમને જોઈને અમારા બાળકો એકલા રહેવાથી ડરવા લાગ્યા છે. જ્યારે તે આ બોલી રહી હતી ત્યારે એક રિપોર્ટરે તેમના મોઢા આગળ માઈક લગાવીને કહ્યું કે, માઈક પર કહો કે, તેઓ ડરી ગઈ છે.

અને આ વચ્ચે અફવાઓએ જોર પકડ્યો છે અને તે દિવસોદિવસ વધી રહી છે.

સરદારજી અંકલના ઘર પાસે આવેલ પીજીમાં કેટલાક યુવા વિદ્યાર્થી રહે છે જે એન્ટ્રેસ એગ્ઝામની તૈયારી કરી રહ્યાં છે. આમાંથી કેટલાક હવે અહી રહેવા માંગતા નથી. આમાંથી બે છોકરાઓએ તો તે ઘર પણ છોડી દીધો છે. પીજીમાં પાછલા 06 મહિનાથી રહીરહેલ સંદીપ ચૌધરીએ જણાવ્યું કે, "મણિપુરથી આવેલ એક છોકરાએ આ ઘટના પછી અમને કહ્યું કે, કેટલાક દિવસ માટે ઘરે જઈ રહ્યો છે. હવે તેને મકાન માલિકને જાણકારી આપી છે કે, તે હવે પરત ફરશે નહી."

ચૌધરીએ જણાવ્યું કે, કોલોનીનો માહોલ રાતોરાત બધી જ રીતે બદલાઈ ગયો છે. તેમને કહ્યું, "પહેલા આ ગલીમાં ખુબ જ ભીડ રહેતી હતી. હવે મુશ્કેલીથી કોઈ નજરે પડે છે.હવે અહી પોલીસ જ નજરે પડે છે અને જોવા મળે છે કેટલાક લોક જે થોડીવાર ઉભા રીહેન ઘર જોવા માંગે છે."

સંદિપે જણાવ્યું કે, તેમનો રૂમમેટ પણ પીજી છોડીને જઈ ચૂક્યો છે. જે બચ્યા છે તેમને પણ તેમના ઘરવાળા ફોન કરીને આ વિસ્તાર છોડીને બીજી અન્ય સારી કોલોનીમાં શિફ્ટ કરવા માટે કહી રહ્યાં છે.

જોકે, પડોશીઓને લાગે છે કે, બધુ સમય સાથે શાંત થઈ જશે. બધા પાસે આવું વિચારવા માટે પોત-પોતાના મંતવ્યો છે. કેટલાકને લાગે છે કે પરિવારની હત્યા થઈ છે. લલિતે પોતાના હાથ કેવી રીતે બાંધ્યા હશે? દરવાજો ખુલ્લો કેમ છે? જો તેઓ તંત્ર-મંત્રમાં લાગેલા હતા તો અમારામાંથી કોઈને પણ કાનોકાન કેમ જાણ થઈ નહી. તેમના મગજમાં આવા ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે. કેટલાક લોકોને લાગે છે પોલીસ તપાસને માત્ર ફેરવી રહી છે.

પીજીવાળી બિલ્ડીગના સૌથી નીચેના ફ્લોર પર રહેનાર સત્યદેવનું કહેવું છે કે, "પરંતુ, અમે બધા અહી જ રહીશું અને માત્ર તે માટે છોડીને જઈશું નહી કેમ કે પોલીસ કહી રહી છે કે અહી ભૂત-પ્રેત છે. આ જગ્યા ભૂતિયા છે કે નથી તે ખબર નથી પરંતુ અમે ડરીને ના રહી શકીએ."
First published: July 8, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading