ચેન્નઈ : તમિલનાડુના વિરુધનગરમાં આવેલી એક દારૂખાનાની ફેક્ટરીમાં (Firecracker Factory in Tamil Nadu)શુક્રવારે સાંજે આગ લાગવાથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 14થી વધારે ઇજાગ્રસ્ત બતાવવામાં આવી રહ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિરુધનગરમાં આવેલી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાયતા કોષ દ્વારા 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ઘટનાસ્થળ પર હાજર એક પોલીસ અધિકારીએ વિસ્ફોટ વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે બની જ્યારે દારૂખાનાને તૈયાર કરવા માટે કેટલાક કેમિકલ્સ મિલાવવામાં આવી રહ્યા હતા. ફાયર બ્રિગેડના હવાલાથી શરૂઆત રિપોર્ટ પ્રમાણે લગભગ 14 લોકો ઇજાગ્રસ્ત હોવાની વાત કહેવામાં આવી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે તમિલનાડુના વિરધુનગરમાં દારૂખાનાની ફેક્ટરીમાં આગ લાગવી દુ:ખદ છે. આ દુ:ખના સમયમાં પરિવાર સાથે મારી સાંત્વના છે. આશા કરું છું કે જે ઇજાગ્રસ્ત થયા છે તે જલ્દી સ્વસ્થ થશે. પીએમે જાણકારી આપી છે કે ઓથોરિટી ઘટનામાં પ્રભાવિતોની મદદ કરવા માટે કામ કરી રહી છે.
પીએમઓએ જણાવ્યું કે PMNRFમાંથી તમિલનાડુના વિરુધનગરમાં જીવ ગુમાવનારના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા સહાયને સ્વીકૃતિ મળી છે. ગંભીર રૂપથી ઇજાગ્રસ્તને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર