Landslide in Kinnaur: કિન્નૌર ભૂસ્ખલનના કારણે પહાડના કાટમાળમાં દબાઇ બસ, 14ના મોત

Landslide in Kinnaur: કિન્નૌર ભૂસ્ખલનના કારણે પહાડના કાટમાળમાં દબાઇ બસ, 14ના મોત (તસવીર - PTI)

Landslide in Kinnaur- 10 લોકોને રેસ્ક્યૂ કરીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા

  • Share this:
    કિન્નોર : હિમાચલ પ્રદેશના કિન્નૌર સ્થિત (Landslide in Himachal Pradesh)નિગુલસારીથી બે કિલોમીટર પાછળ રામપુર તરફ અચાનક ભૂસ્ખલનના (Landslide in Kinnaur)કારણે કાટમાળમાં બસમાં (HRTC Bus)દબાવવાની ઘટના બની છે. બતાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ બસ કાટમાળમાં દબાયેલી છે. બચાવ દળ સ્થળ પર પહોંચી ગયું છે અને 10 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. જોકે આ દરમિયાન 14 લોકોના મોતના સમાચાર મળ્યા છે.

    ડીસી આબિદ હુસૈને જણાવ્યું કે હજુ પણ કાટમાળમાં કેટલીક અન્ય ગાડીઓ દબાયેલી હોવાની આશંકા છે. પહાડ પરથી સતત પત્થર પડવાના કારણે બચાવ અભિયાનમાં ઝડપ થઇ રહી નથી. ભૂસ્ખલન બંધ થશે ત્યારે બચાવ કાર્યમાં ઝડપ લાવવામાં આવશે. આ મોટી દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરીને ઘટનાની જાણકારી મેળવી છે તથા શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

    આ પણ વાંચો - રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંવિધાન સંશોધન બિલ પાસ, પક્ષમાં 187 વોટ, વિરોધમાં એકપણ વોટ ના પડ્યો

    સીએમ ઘટનાસ્થળ પર રવાના

    દુર્ઘટનાના સૂચના મળ્યા પછી હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર ઘટનાસ્થળે રવાના થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળ શિમલાથી લગભગ 200 કિમી દૂર છે. સીએમે આશ્વાસન આપ્યું છે કે જલ્દીથી જલ્દી લોકોને કાટમાળમાંથી બહાર કાઢી લેવામાં આવશે અને બધાને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવશે. સીએમ ઠાકુરે કહ્યું કે ફસાયેલા લોકોની સંખ્યા વિશે હાલ કશું કહી શકાય નહીં પણ 50 થી 60 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોઇ શકે છે. આ મદ્દે ગૃહમંત્રી અમિત સાથે સાથે વાતચીત થઇ છે અને તેમણે એનડીઆરએફને પણ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચવાનો આદેશ આપ્યો છે. મદદ માટે બે રેસ્ક્યૂ હેલિકોપ્ટર રવાના કરી દીધા છે.

    એસડીએમ ભાવાનગર મનમોહન સિંહે જણાવ્યું કે, આ ઘટના લગભગ 12:45 વાગ્યે બની છે. તેમને જેવી સૂચના મળી તો તેઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યની એક ટીમ રવાના કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, બસમાં પણ અનેક લોકો સવાર હોવાની સૂચના છે, તે તમામ લોકો ખડકો નીચે દબાયા હોવાની આશંકા ખૂબ જ દુખદ બાબત છે. હજુ પણ ઘટનાસ્થળે ખડકો સતત પડી રહ્યા છે જેના કારણે બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં પ્રશાસન અને પોલીસને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published: