પૂરનો કહેર : UP અને બિહારમાં 109 લોકોનાં મોત, આગામી 24 કલાક અતિ ભારે

News18 Gujarati
Updated: September 30, 2019, 12:18 PM IST
પૂરનો કહેર : UP અને બિહારમાં 109 લોકોનાં મોત, આગામી 24 કલાક અતિ ભારે
છેલ્લા ચાર દિવસમાં ઉત્તર પ્રદેશમાં 80 અને બિહારમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે

છેલ્લા ચાર દિવસમાં ઉત્તર પ્રદેશમાં 80 અને બિહારમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે

  • Share this:
પટના/લખનઉ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને બિહાર (Bihar)માં પૂરે (Flood) કહેર વરસાવ્યો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા ચાર દિવસોમાં ઉત્તર પ્રદેશમાં 80 અને બિહારમાં 29 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો ગુમ થયા છે. મળતી જાણકારી મુજબ, ઉત્તર પ્રદેશમાં શનિવારે 26 અને રવિવાર બપોર સુધી 35 લોકોનાં મોત થયા છે.

બીજી તરફ, પટના(Patna)માં સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે અને શહેરમાં પાણી ભરાઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એટલી હદે ખરાબ છે કે વાહન-વ્યવહાર સમગ્રપણે ઠપ થઈ ગયો છે અને શહેરમાં કલાકોથી વીજળી પુરવઠો બંધ છે. સમગ્ર શહેર એક મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. રાજેન્દ્રનગર અને પાટલિપુત્ર કૉલોની જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે. શહેરમાં અનેક હોસ્પિટલ, દુકાન, બજાર જળમગ્ન થઈ ચૂક્યા છે. લોકોનું ઘરથી બહાર જવું મુશ્કેલ થઈ ગયું છે. અનેક સ્થળે પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે. આ દરમિયાન, શહેરના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમો લાગી ગઈ છે. બીજી તરફ, બિહાર સરકારે ભારતીય વાયુસેનાથી પટના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવા અને ખાવાન પેકેટ્સ તથા દવાઓ પહોંચાડવા માટે બે હૅલિકોપ્ટરોની મદદ માંગી છે.

આગામી 24 કલાક ભારે રહેશે
Loading...

બીજી તરફ, હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે આવનારા 24 કલાક બંને રાજ્યો પર ભારે પડી શકે છે. બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાનું કામ કરી રહી છે. સાથોસાથ લોકોને રાહત સામગ્રી પહોંચાડવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

કરોડોની સંપત્તિને નુકસાન

બંને રાજ્યોમાં કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. ખાનગી તથા સરકારી સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે. હજારોની સંખ્યામાં લોકોને પોતાના ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. સૌથી ભારે નુકસાન ખેડૂતોને થયું છે. પૂરના કારણે મોટા વિસ્તારનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે.

ત્રણ અલગ-અલગ દુર્ઘટના

ભાગલપુરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દીવાલ પડવા અને કાટમાળમાં દબાવાથી 6 લોકોનાં મોત થયા છે. હનુમાનઘાટમાં જ્યાં ત્રણ લોકોનાં મોત થયા છે, બીજી તરફ મહારાજઘાટમાં બે અને સુંદરનગરની પાસે એકનું મોત થયું છે. હનુમાનઘાટની પાસે સુકરાલ દાસ (55 વર્ષ), ક્ષિતીજ કુમાર (24 વર્ષ), વિવેક કુમાર (40 વર્ષ) જ્યારે મહારાજાઘાટની પાસે સલોની કુમારી (13 વર્ષ), અનિલ શર્મા (45 વર્ષ) અને સુંદરવનની પાસે વિકાસચંદ્ર દાસ (55 વર્ષ)નું મોત થયું છે.

દાનાપુરમાં ચારનાં મોત

બીજી ઘટના પટના પાસે આવેલા દાનાપુર વિસ્તારની છે, જ્યાં વૃક્ષ પડવાથી ચાર લોકોનાં મોત થયા છે. ઘટના ખગૌલીની છે જ્યાં ઑટો પર વિશાળ વૃક્ષ પડ્યું. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકી સામેલ છે. મૃતકોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી.આ પણ વાંચો,

બજરંગ દળનું ફરમાન- ગરબામાં પ્રવેશ કરનારા બિન હિન્દુનું 'આધાર' તપાસો
મોબાઇલ સેવા પર પ્રતિબંધ માનવાધિકારોનું ઉલ્લંઘન નથી : અમિત શાહ
First published: September 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...