ચીન બાદ ઈટલીમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર, અત્યાર સુધી 107 લોકોનાં મોત

ચીન બાદ ઈટલીમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર, અત્યાર સુધી 107 લોકોનાં મોત
ચીનથી તે કોરોના વાયરસની શરૂઆત થઇ છે તે હવે દુનિયાભરના અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ભારત સમેત અનેક દેશો આ રોગની જપેટમાં આવી ચૂક્યા છે. અને આ કારણે લોકો બજારોમાં માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર ખરીદવા પડાપડી કરી રહ્યા છે. પણ જો તમે પણ કોરોના વાયરસના કારણે માસ્ક ખરીદવાનું વિચારી રહ્યા હોય તો પહેલા વાંચો આ ખબર, કારણ કે કેવી પ્રકારનો માસ્ક તમને અને તમારા પરિવારને કોરોના વાયરસથી સુરક્ષા આપી શકે છે તે વિષે યોગ્ય માહિતી હોવી જરૂરી છે.

ઈટલીમાં કોરોના વાયરસના અત્યાર સુધી 3,089 કેસ નોંધાયા, 15 માર્ચ સુધી તમામ સ્કૂલ અને યુનિવર્સિટી બંધ રાખવાનો આદેશ

 • Share this:
  રોમ : કોરોના વાયરસ (CoronaVirus)થી ઈટલી (Italy)માં મૃતકોનો આંકડો બુધવારે 100ને પાર પહોંચી ગયો અને સંક્રમણની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા 3,000થી ઉપર જતી રહી છે. સરકારે આ જાણકારી આપી છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 28 લોકોએ જીવ ગુમાવ્યા જેના કારણે મૃતકોની સંખ્યા 107 થઈ ગઈ છે. ચીન (China)ની બહાર કોરોના વાયરસથી મરનારા લોકોની આ સૌથી મોટી સંખ્યા છે. અધિકૃત આંકડાઓ અનુસાર ઈટલીમાં અત્યાર સુધી સંક્રમણના 3,089 કેસ નોંધવામાં આવ્યા છે.

  સ્કૂલ, યુનિવર્સિટી 15 માર્ચ સુધી બંધ  ઈટલીમાં કોરોના વાયરસના કારણે ભોગ બનેલા લોકોની સંખ્યા 107 પહોંચતા જ આ સંક્રમણને ફેલાતો રોકવા માટે તમામ સ્કૂલ અને યુનિવર્સિટીઓને 15 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારે આ આદશે બુધવારે આપ્યો છે. અહીં કોરોના વાયરસના કેસ 3 હજારથી ઉપર પહોંચ્યા છે.

  ચીનમાં 2,981 લોકોનાં મોત

  નોંધનીય છે કે, દુનિયામાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બુધવારે ચીનમાં 119 નવા કેસ સામે આવ્યા પરંતુ તેમાંથી માત્ર પાંચ કેસ જ આ વાયરસના કેન્દ્ર વુહાનથી હતા. દેશમાં 80,270 કેસ સામે આવ્યા છે અને 2,981 લોકોનાં મોત થયા છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ કહ્યું કે હુબેઈ પ્રાંતમાં આ સંક્રમણ બાદ બનાવવામાં આવેલી હૉસ્પિટલો બંધ થવાની શક્યતા છે કારણ કે અહીં હજાર પથારીઓ ખાલી પડી છે. WHOની રોગચાળા વિશેષજ્ઞ મારિયા વાન કેરખોવે ચીન વિશે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ ઘટાડો વાસ્તવિક છે.

  આ પણ વાંચો, Coronavirusના કારણે આ વખતે PM મોદી હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય

  ભારતમાં 16 ઈટાલિયન પ્રવાસી સંક્રમિત

  ચીનમાં રોગચાળાનો રૂપ લઈ ચૂકેલા કોરોના વાયરસે હવે ભારતમાં પોતાનો કહેર વરસાવવાનો શરૂ કરી દીધો છે. બુધવોર તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અચાનક વધીને 29 થઈ ગઈ છે. સંક્રમિત લોકોમાં 16 ઈટાલિયન પ્રવાસીઓ પણ છે.

  તમામ પ્રવાસીઓની તપાસ થશે

  કોરોના વાયરસના ખતરાને જોતાં વિદેશ યાત્રા કરી ભારત આવનારા તમામ પ્રવાસીઓની એરપોર્ટો પર તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમણના દાયરાવાળા 12 દેશોથી ભારત આવનારા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું.

  Paytm કર્મચારી સંક્રમિત

  આ દરમિયાન, ગુડગાંવમાં પેટીએમના એક કર્મચારીને તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ બધુવારે એક નિવેદનમાં કહ્યું કે કર્મચારી થોડા સમય પહેલા જ ઈટલીથી રજાઓ માણીને આવ્યો હતો, જે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિદેશોમાં 17 ભારતીય કોરોના વાયરસથી સંક્રમિત છે જેમાંથી જાપાનના ક્રૂઝ જહાજથી 16 કેસ સામે આવ્યા છે જ્યારે UAEથી એક ભારતીય તેમાં સામેલ છે.

  આ પણ વાંચો, Coronavirus: ઈટલીથી આવેલા 15 પ્રવાસી કોરોનાથી પીડિત, AIIMSએ કરી પુષ્ટિ
  Published by:Mrunal Bhojak
  First published:March 05, 2020, 07:55 am

  ટૉપ ન્યૂઝ