થોડા દિવસો પહેલા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે, હવે દેશમાં એવુ કોઇ ગામ નથી કે જ્યાં વીજળી પહોંચી ન હોય. જો કે, જમ્મુ અને કાશ્મિર સરકારના મંત્રીએ કહ્યુ કે, જમ્મુ વિસ્તારમાં 102 ગામમોમાં વીજળી પહોંચી નથી.
જમ્મુ-કાશ્મિરમાં ભાજપ અને પીડીપીની સરકાર છે. આ સરકારના પાવર ડેવલપેન્ટ મંત્રી સુનિલ કુમાર શર્માએ કહ્યું કે, જમ્મુ વિસ્તારમાં 102 ગામોમાં હજુ પણ વીજળી પહોંડવાની બાકી છે અને બાકી રહી ગયેલા ગામોમાં વીજળી પહોંચે તે કાર્યવાહી ચાલી રહી છે. અને અમને આશા છે કે, ટૂંક સમયમાં આ ગામોમાં પણ વીજળી પહોંચાડી દઇશું.
શર્માનું આ નિવદેન લોકોને વિચારતા કરે છે. કેમ કે થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો હતો કે, ભારત દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી ગઇ છે. ખુદ નરેન્દ્ર મોદીએ આ વાત તેમના ટ્વીટર કહી હતી અને ફોટો પણ શેર કર્યા હતા.
સુનિલ કુમારે વધુમાં જણાવ્યુ હતુ કે, 102 ગામોમાં વીજળી પહોંચાડવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલે છે. કેમ કે, નરેન્દ્ર મોદીએ આ વાતને પ્રાથમિક્તા આપી છે અને દરેક ઘરે વીજળી આપવાની વાત કરી છે. મારા મત વિસ્તારમાં 44 ગામોમાં વીજળી નથી. અમે જુન મહિના સુંધીમાં આ તમામ ગામોમાં વીજળી પહોંચાડવા માંગીએ છીએ અને આ માટે અમે ઇન્ડિયન એરફોર્સની મદદ લીધી છે. મને પુરો વિશ્વાસ છે કે, જુન મહિનાના અંત સુંધીમાં આ કામ પૂરુ થઇ જશે. આ વિસ્તાર પહાડી છે પણ રાજ્ય પાસે પાણીના સારા સ્ત્રોતો છે. માત્ર ચેનાબ નદીમાંથી જ 22000 મેગાવોટ વીજળી ઉત્પન કરી શકાય તેમ છે. આ સિવાય પણ કેટલીયે નદીઓમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર