ઉત્તર પ્રદેશ (UP Assembly Election 2022)ના મેરઠમાં ફાયરિંગનો શિકાર બન્યા બાદ AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સલામતી માટે હૈદરાબાદના એક વેપારીએ 101 બકરાની કુર્બાની આપી છે.
ઉત્તર પ્રદેશ (UP Assembly Election 2022)ના મેરઠમાં ફાયરિંગનો શિકાર બન્યા બાદ AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સલામતી માટે હૈદરાબાદના એક વેપારીએ 101 બકરાની કુર્બાની આપી છે. આ પ્રસંગે અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની રક્ષા અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મલકપેટના ધારાસભ્ય અને AIMIMના નેતા (AIMIM Leader) અહેમદ બલાલાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ખરેખરમાં યુપીમાં વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) દરમિયાન અસદુદ્દીન ઓવૈસી મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં 2 યુવકોની ધરપકડ કરી છે. પોલીસ સાથે પૂછપરછ દરમિયાન આ આરોપીઓએ જણાવ્યું હતુ કે તેઓ ઓવૈસી અને તેમના ભાઈના નિવેદનોથી નારાજ હતા તેથી તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
3 ફેબ્રુઆરીના રોજ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીના સમર્થકોએ તેમની સલામતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ હૈદરાબાદના એક વેપારીએ અસદુદ્દીન ઓવૈસીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે 101 બકરાની કુર્બાની આપી હતી. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડી હતી. જોકે તેમણે તેનો અસ્વીકાર કર્યો હતો.
અસદુદ્દીન ઓવૈસી પર હુમલાના કેસમાં હાપુડના અધિક પોલીસ અધિક્ષકે કહ્યું કે મુખ્ય આરોપી સચિન પંડિતે ગોળીબાર કર્યો હતો અને તેની પાસેથી 9 એમએમની પિસ્તોલ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સચિન અને શુભમની ધરપકડ કરી છે.
એફઆઇઆ અનુસાર સચિને પોતાના નિવેદનમાં કહ્યું કે હું મોટો રાજનેતા બનવા માંગુ છું. હું મારી જાતને સાચો દેશભક્ત માનું છું. મને લાગ્યું કે ઓવૈસીનું નિવેદન દેશ માટે ખતરો છે. મારા મનમાં ઓવૈસી પ્રત્યે દુશ્મનાવટ પેદા થઈ ગઈ હતી. આ પછી તેણે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ઓવૈસી પર નિશાન સાધવાનું નક્કી કર્યું. આ પછી સચિને સહારનપુરના શુભમનો સંપર્ક કર્યો જેને તે ઘણા વર્ષોથી ઓળખતો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર