નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) તરફ વધુ મજબૂત પગલાં ભરતાં દેશમાં 101 રક્ષા ઉપકરણોના આયાત (Import) પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનો પ્રયાસ છે કે વર્ષ 2020થી 2024ની વચ્ચે આ સામાનોના દેશમાં ઉત્પાદનની સાથે આયાત પણ સંપૂર્ણપણે રોકી દેવામાં આવે. સરકારના આ પગલાંથી એક તરફ આયાત પર નિર્ભરતા ઘટશે, બીજી તરફ રક્ષા ઉત્પાદન વધશે અને રોજગારની તકો પણ ઊભી થશે.
રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે 'આત્મનિર્ભર ભારતનાં નિર્માણની દિશામાં રક્ષા મંત્રાલયનું આ મહત્ત્વનું પગલું છે. દેશમાં આયાત કરવામાં આવતા 101 રક્ષા ઉપકરણો પર પ્રતિબંધથી રક્ષા ઉદ્યોગને મોટા અવસર મળશે. ભારતીય કંપનીઓ ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વદેશી ઉપકરણો તૈયાર કરી શકવા માટે સક્ષમ છે, ભારત આ ઉપકરણો હવે જાતે બનાવટનાં જ વાપરશે.
નોંધનીય છે કે, રક્ષા મંત્રાલયે જે 101 રક્ષા ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે તેમાં તોપ, સોનાર સિસ્ટમમ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, LCH, રડાર, અસોલ્ટ રાઇફલ અને પરિવહન વિમાન સામેલ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ત્રણેય સેનાઓએ વર્ષ 2015થી 2020ની વચ્ચે 3.5 લાખ કરોડના રક્ષા ઉપકરણોના કોન્ટ્રાક્ટ આપ્યા છે. એક અનુમાન મુજબ, આગામી 6થી 7 વર્ષમાં સ્થાનિક ઉદ્યોગને લગભગ 4 લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ મળશે. રક્ષા મંત્રી મુજબ, આગામી 6-7 વર્ષમાં તેમાંથી લગભગ 1,30,000 કરોડ રૂપિયાના ઉત્પાદક સેના અને વાયુસેના માટે અનુમાનિત છે, જ્યારે નૌસેના તરફથી લગભગ 1,40,000 કરોડ રૂપિયાના ઉત્પાદકોનું અનુમાન છે.
Taking cue from that evocation, the Ministry of Defence has prepared a list of 101 items for which there would be an embargo on the import beyond the timeline indicated against them. This is a big step towards self-reliance in defence. #AtmanirbharBharat
રાજનાથ સિંહે જણાવ્યું કે, આયાત પર પ્રતિબંધ માટે સૈન્ય વસ્તુઓના સ્થાનિક સ્તરે ઉત્પાદનની સમયસીમા સુનિશ્ચિત કરવા માટે પગલાં ઉઠાવવામાં આવશે. તેની સાથે આવનારા સમયમાં વધુ રક્ષા ઉપકરણો પર પ્રતિબંધ લગાવવા માટે ચરણબદ્ધ રીતે તેને પસંદ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર