ભારત સરકાર આગામી સમયમાં 100 નવા એરપોર્ટ બનાવવાનો પ્લાન ઘડી રહ્યું છે. કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે, સરકાર દેશમાં વિવિધ વિસ્તારોમાં 100 નવા એરપોર્ટ બનાવશે. આ તમામ એરપોર્ટ બનાવવાનો ખર્ચ 4.2 લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે.
સુરેશ પ્રભુએ વધુમાં જણાવ્યુ કે, આ 100 નવા એરપોર્ટ આગામી 10 થી 15 વર્ષમાં બનાવવામાં આવશે.
ભારત દેશમાં એવિયેશન સેક્ટર (ઉડ્ડયન ક્ષેત્ર) સૌથી ઝડપથી વિકસુ રહ્યું છે અને વિશ્વમાં ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર સૌથી વધુ ઝડપી વિકાસ પામી રહ્યુ છે. અને છેલ્લા 50 મહિના એર ટ્રાવેલીંગ કરતાં પ્રવાસીઓમાં ડબલ વધારો થયો છે.
કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે, 100 જેટલા નવા એરપોર્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર્શીટના ધોરણે બનાવવામાં આવશે. આ સિવાય ભારત સરકાર કાર્ગો પોલિસી પર પણ કામ કરી રહી છે.”
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિયેશનના આંકડાઓ મુજબ. આગામી દસ વર્ષમાં ભારત એર પેસેન્જર માર્કેટમાં, જર્મની, જાપાન, સ્પેન અને ઇંગ્લેન્ડને પછાડી આગળ વધી જશે.
આ અગાઉ, કેન્દ્રિય રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી જંયત સિન્હાએ જણાવ્યુ હતુ કે, દેશમાં વધુને વધુ લોકો એર ટ્રાવેલ પસંદ કરી રહ્યા છે. કારણ કે, વિશ્વમાં વિમાનભાડુ સૌથી સસ્તુ ભારતમાં છે.તેમણે વિમાન દ્વારા પ્રવાસ કરતા લોકોની સંખ્યાની વિગતો આપતા કહ્યુ હતુ કે, ચાર વર્ષ પહેલા દેશમાં વર્ષે 11 કરોડ લોકોએ પ્રવાસ કર્યો હતો પણ આ વર્ષે આ સંખ્યા 20 કરોડને આંબી જશે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર