સિગારેટના બંધાણીએ વ્યસન છોડ્યું તેના 100 મહિનામાં બચતના પૈસાથી મેળવ્યો આશ્ચર્યજનક ફાયદો

News18 Gujarati
Updated: August 4, 2020, 6:05 PM IST
સિગારેટના બંધાણીએ વ્યસન છોડ્યું તેના 100 મહિનામાં બચતના પૈસાથી મેળવ્યો આશ્ચર્યજનક ફાયદો
વેણુગોપાલ નાયરની ફાઇલ તસવીર

સિગારેટના બંધાણીએ વ્યસન છોડ્યું તેના 100 મહિનામાં બચતના પૈસાથી મેળવ્યો આશ્ચર્યજનક ફાયદો

  • Share this:
મીરા મનુ : સિગારેટ એક એવું વ્યસન છે જે માણસને આર્થિક સાથે સામાજિક રીતે પણ બરબાદ કરી નાંખે છે પરંતુ આ વ્યસનનો આર્થિક તબાહીનો અંદાજ ત્યારે આવે જ્યારે વ્યસની તેને છોડી દે. આવા જ એક 75 વર્ષના આધેડ વ્યસનીએ સિગારેટ છોડી ત્યારે તેને અંદાજ નહોતો કે તેની સાથે કઈક અનોખી ઘટના થવાની છે. જોકે, તેણે સિગારેટ છોડી તેના આઠ વર્ષમાં તેણે જે આર્થિક ફાયદો અનુભવ્યો તેના આધારે મિલકતમાં વધારો થયો છે.

ઘટના કોઝિકોડેની છે, જ્યાં કનસ્ટ્રક્શ કામદાર તરીકે કામ કરચા વેણુગોપાલ નાયરને લાંબા સમયથી સિગારેટનું બંધાણ હતું. જોકે,એક દિવસ તેમને લાગી આવ્યું અને તેમણે આ આર્થિક અને શારીરિક તબાહીને છોડીને સારી જિંદગી જીવવાનું વિચાર્યુ. નાયરે સિગારેટ છોડી. તેમણે લાગલગાટ આઠ વર્ષ સુધી આ પૈસા બચાવવાની શરૂઆત કરી.

આ પણ વાંચો :  સુરત : બપોર સુધીમાં વધુ 110ને Corona ચોંટ્યો, 31,000થી વધુ લોકો ક્વૉરન્ટાઇન

આઠ વર્ષના અંતે વેણુગોપાલ નાયરે બંધાણ મુક્તિના કારણે 8 વર્ષમાં 5 લાખ રૂપિયાની બચત કરી હતી અને તેના દ્વારા તેમણે એક આખો માળ તૈયાર કર્યો હતો. નાયરને 13 વર્ષની ઉંમરથી બીડીનું વ્યસન થઈ ગયું હતું અને ત્યારબાદ તેઓ સિગારેટના રવાડે ચઢ્યા હતા.

જોકે,હવે તેઓ છેલ્લા 8 વર્ષ એટલે કે 100 મહિનાથી વ્યસનથી મુક્ત છે જેના કારણે તેમણે જીવનમાં એટલી બચત મેળવી લીધી છે કે તેમના રૂપિયા 5 લાખ બચાવ્યા અને ઘરનો એક નવો માળ તૈયાર કરી લીધો છે. વેણુગોપાલે આ વ્યસન છોડીને એક દાખલો બેસાડ્યો છે કે જીવનમાં હવે વ્યસન મુક્તિ રાખવાથી જ ભલુ થશે. તેઓ અનેક વ્યસનીઓ માટે ઉદાહરણ છે.(વિનેશ કુમારના ઇનપૂટ સાથે)
Published by: Jay Mishra
First published: August 4, 2020, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading