Home /News /national-international /નોઈડામાં 100 મીટર લાંબી દીવાલ ધરાશાયી, ચારના મોત અને નવ મજૂરો ઈજાગ્રસ્ત; પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી

નોઈડામાં 100 મીટર લાંબી દીવાલ ધરાશાયી, ચારના મોત અને નવ મજૂરો ઈજાગ્રસ્ત; પોલીસે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી

નવીનીકરણ વખતે ઈંટે કાઢતા 100 મીટરની દીવાલ તૂટી (ફાઈલ તસવીર)

Noida wall collapsed: દુર્ધટના નોઈડાના સેક્ટર 21 જળવાયુ વિહારની છે. જ્યાં દીવાલ ધરાશાયી થતા 4 લોકોની મોત થઈ છે અને એક વ્યક્તિને ગંભીર રૂપથી ઈજા પહોંચી છે. 9 લોકોને રેસક્યૂ કરી લેવાયા છે અને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    નોઈડાઃ દિલ્હીને પાસે આવેલા નોઈડા વિસ્તારના સેક્ટર 21માં નિર્માણ પામી રહેલી 100 મીટર લાંબી દિવાલ પડી જવાથી મોટી દુર્ધટના સર્જાઈ છે. દુર્ઘટનામાં 4 લોકોનું મોત થયુ છે. ઘટના સ્થળે રાહત બચાવની કામગીરી ચાલુ છે. દુર્ધટના નોઈડાના સેક્ટર 21 જળવાયુ વિહારની છે. દુર્ઘટનામાં 4 લોકોની મોતની જાણકારી છે અને એક વ્યક્તિને ગંભીર રૂપથી ઈજા પહોંચી છે. 9 લોકોને રેસક્યૂ કરી લેવાયા છે અને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે. આ કેસમાં કોન્ટ્રાક્ટર ગુલમોહમ્મદની ધરપકડ કરી દેવામાં આવી છે.

    દીવાલ ધરાશાયી થતા 4 નાં મોત

    એક રહેણાંક સોસાયટીની બહારની દીવાલ પડવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. દીવાલના નવીનીકરણની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ડીએમ સુહાસ એલવાઈના જણાવ્યા અનુસાર, નોઈડા ઓથોરિટીએ જલ વાયુ વિહાર પાસે ડ્રેનેજ રિપેરિંગ કામનો કોન્ટ્રાક્ટ સેક્ટર 21માં આપ્યો હતો. જાણકારી અનુસાર, જ્યારે મજૂરો ઈંટો નીકાળી રહ્યા હતા, ત્યારે દિવાલ ધરાશાયી થઈ હતી. જિલ્લા હોસ્પિટલ અને કૈલાશ હોસ્પિટલમાં 2-2 મોતની જાણકારી પ્રાપ્ત થઈ છે. ત્યારે નોઈડા સત્તાતંત્રએ સહાયતાની પણ જાહેરાત કરી છે. નિયમ પ્રમાણે સહાયતા આપવામાં આવશે.

    આ પણ વાંચોઃ એન્જિનમાં ખામી સર્જાતા 22 પેસેન્જરવાળા પ્લેનનું નેપાળના પોખરામાં ઇમર્જન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

    CM એ દુઃખ વ્યક્ત કર્યુ


    દુર્ઘટનામાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ગૌતમબુદ્ધ નગરમાં દીવાલ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર ઊંડાણપૂર્વક શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરીનું સંચાલન કરવા નિર્દેશ આપ્યા છે. CMO તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યુ કે, સી એમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોને જલ્દીથી સ્વસ્થ થવાની કામના સાથે તેમની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી છે.

    આ પણ વાંચોઃ કારનું બોનેટ ખોલીને રિપેર કરી રહ્યો હતો શખ્સ, અચાનક કાર આગળ વધી, જુઓ દર્દનાક અકસ્માત!
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Latest News, Latest today news, Noida

    विज्ञापन
    विज्ञापन