નવી દિલ્હીઃ રામ મંદિરને લઈ દેશમાં કેટલી ઉત્સુક્તા છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે મંદિર નિર્માણ (Ram Mandir Nirman) માટે બે દિવસમાં 100 કરોડ રૂપિયાનું દાન મળી ચૂક્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય (Champat Rai)એ કહ્યું કે અમે કાર્યકર્તાઓના માધ્યમથી આ વાતની જાણકારી મળી છે. જોકે, આ જાણકારી હજુ હેડક્વાર્ટર સુધી નથી પહોંચી.
ઉલ્લેખનીય છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય મંદિરના નિર્માણ માટે જન સંપર્ક અને યોગદાન અભિયાન ચલાવી રહ્યું છે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દાન રાશિ એકત્ર કરવાના અભિયાનની શરૂઆત હાલમાં જ થઈ છે. અભિયાન શરૂ થતા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાથી વધુમાં દાન આપ્યું. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂના પરિવારે પણ મંદિરના નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાથી વધુનું દાન આપ્યું.
પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર બહાદુરે આપ્યું મોટું દાન
મળતી જાણકારી મુજબ, પહેલા દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય રાજધાની સ્થિત વાલ્મીકિ મંદિરમાં એક પૂજા કરે. સૌથી મોટું યોગદાન રાયબરેલી જિલ્લાના બૈસવાડાના તજેગાંવના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર બહાદુર સિંહે આપ્યું. તેઓએ VHPના ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયને 1,11,11,111 રૂપિયાનો ચેક આપ્યો. વિશ્વ હિન્દુ પરિષદ રામ મંદિર નિર્માણ આંદોલનમાં સૌથી આગળ રહ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસે મંદિર નિર્માણ માટે ધન એકત્રિત કરવા માટે VHPને અધિકૃત કર્યું છે. VHPના કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે VHPએ મંદિર નિર્માણ માટે ધન એકત્ર કરવા હેતુ પોતાનું અભિયાન શરુ કરી દીધું છે. તેની શરૂઆત દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પરિવાર તરફથી 5,00,100નું દાન પ્રાપ્ત કરવાથી થઈ.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના રાજ્યપાલોને પણ VHPના પ્રતિનિધિઓને પોતાનું યોગદાન આપ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં યોગદાન રૂપે શુક્રવારે બે લાખ રૂપિયાની સહયોગ રાશિ આપી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર