જમ્મુ-કાશ્મીર : ભારે બરફ વર્ષા વચ્ચે 100 જવાનોએ પ્રેગનેન્ટ મહિલાને 4 કલાક ચાલીને હોસ્પિટલ પહોંચાડી

News18 Gujarati
Updated: January 15, 2020, 11:28 AM IST
જમ્મુ-કાશ્મીર : ભારે બરફ વર્ષા વચ્ચે 100 જવાનોએ પ્રેગનેન્ટ મહિલાને 4 કલાક ચાલીને હોસ્પિટલ પહોંચાડી
આર્મીના જવાનો ચાર કલાક બરફમાં ચાલ્યા.

ભારતીય આર્મીના 100 જવાનો અને 30 અન્ય લોકો મહિલાને સ્ટ્રેચરમાં લઈને ચાર કલાક સુધી બરફમાં ચાલ્યા હતા.

  • Share this:
જમ્મુ-કાશ્મીર :  આર્મીના જવાનોના એક કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીરમાં સતત બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે બરફ વર્ષા વચ્ચે એક મહિલાને પ્રસૃતિની પીડા ઉપડી હતી. હાલત એવી ઉભી થઈ કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી પડે તેમ હતી. આ સમચાાર મળ્યા બાદ ભારતીય આર્મીના 100 જવાનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનું બીડું ઝડપી લીધું હતું. બરફ વર્ષાને કારણે વાહન ચાલી શકે તેમ ન હતું. આથી ભારતીય આર્મીના 100 જેટલા જવાનો મહિલાને એક સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

આ કામમાં 30 અન્ય લોકોએ પણ આર્મી જવાનોને સાથ આપ્યો હતો. આર્મીના 100 જવાનો અને 30 અન્ય લોકો મહિલાને સ્ટ્રેચરમાં લઈને ચાર કલાક સુધી બરફમાં ચાલ્યા હતા. તમામ લોકોએ મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલ ખાતે ડૉક્ટરોએ મહિલાની ડિલિવરી કરાવી હતી. હાલ મહિલા અને બાળક બંનેની તબિયત સારી છે.

જમ્મુ-કાશ્મીરમં હિમસ્ખલનથી છ સૈનિકોનાં મોત

જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલનની ઘટનામાં સોમવારે સેનાના છ જવાનોનાં મોત થયા હતા. જ્યારે હિમસ્ખલનની ઘટનાઓમાં જ અન્ય છ લોકોનાં મોત થયા છે. પોલીસ અને રક્ષા સૂત્રોએ આ માહિતી આપી હતી. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે લાઇન ઑફ કંટ્રોલ પર માછીલ સેક્ટરમાં સેનાની એક ચોકી હિમસ્ખલનનો ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં પાંચ સૈનિકો ફસાઈ ગયા હતા. જે બાદમાં બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પરંતુ સૈનિકોને બચાવી શકાયા ન હતા.

પોલીસે જણાવ્યું કે ગંદેરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં સોમવારે એક ગામમાં હિમસ્ખલનની એક અન્ય ઘટના બની હતી. આ ઘટનામાં પંચ નાગરિકોનાં મોત થયા હતા. આ ઘટનામાં ચાર લોકોને બચાવી લેવાયા હતા. બાંદીપુરના ગુરેજમાં અન્ય એક નાગરિકનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં કાશ્મીરના નૌગામમાં સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યે એક બીએસએફની ચોકી પર હિમસ્ખલન થયું હતું. આ ઘટનામાં બીએસએફના એક જવાનનું મોત થયું હતું, જ્યારે છ લોકોને બચાવી લેવાયા હતા.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મૂએ કેન્દ્ર શાસિત પ્રદેશના અલગ અલગ ભાગોમાં થયેલી હિમસ્ખલનની ઘટનાઓને કારણે મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉપરાજ્યપાલે પોતાના સંદેશમાં દિવંગત આત્માઓની શાંતિ તેમજ મૃતકોને પરિવારોને આ દુઃખની ઘડી સામે લડવા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
First published: January 15, 2020
વધુ વાંચો
अगली ख़बर