Viral Video: 10 વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો, પોલીસે દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: December 16, 2019, 2:00 PM IST
Viral Video: 10 વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો, પોલીસે દંડ ફટકાર્યો
માતા-પિતા પાછળ બેઠા હતાં અને 10 વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો, જાણો પોલીસે કેટલો દંડ ફટકાર્યો

માતા-પિતા પાછળ બેઠા હતાં અને 10 વર્ષનો છોકરો કાર ચલાવી રહ્યો હતો, જાણો પોલીસે કેટલો દંડ ફટકાર્યો

  • Share this:
ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લગભગ 10 વર્ષની ઉંમરનું એક બાળક કાર ચલાવતું જોવા મળી રહ્યું છે. ઘટના 8 ડિસેમ્બરની હૈદરાબાદના આઉટર રિંગ રોડની છે. કાર ચલાવતી વખતે પાછળની સીટ પર બે લોકો બેઠેલા છે જે સંભવત: બાળકના માતા-પિતા હશે. 16 સેકન્ડની આ વીડિયો ક્લિપને ટ્વિટર પર ટાઇગર નિલેશના હેન્ડલથી શૅર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે AP28 BL 6979 નંબર પ્લેટવાળી સિલ્વર કરલાની ઑલ્ટો કારને એક બાળક ચલાવી રહ્યું છે અને તેના માતા-પિતા આરામથી પાછળ બેઠેલા છે.

નિલેશે લખ્યું કે, મૂખર્તાભર્યું પગલું છે કે અથવા તો જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ છે. આ વીડિયો હૈદરાબાદમાં 8 ડિસેમ્બર 2019ના રોજ 9:30 વાગ્યો છે અને બીજાઓની જિંદગીને ખતરામાં નાખી દે છે. માતા-પિતાની હાજરીમાં બાળક કાર ચલાવી રહ્યું છે. ટ્વિટમાં હૈદરાબાદ પોલીસને માતા-પિતાની વિરુદ્ધ આકરાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

આગળ ટ્વિટ કરવામાં આવ્યું છે કે ડ્રિંક એન્ડ ડ્રાઇવ એક ક્રાઇમ છે અને ઘણા બધા મામલાઓમાં ડ્રાઇવરને જેલ મોકલી દેવામાં આવે છે પરંતુ માતા-પિતાના સુપરવિજનમાં ડ્રાઇવ કરનારા બાળકને જેલ ન મોકલી શકાય. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ આ કારે અનેકવાર નિયમ તોડ્યા છે કારણ કે 2015થી અત્યાર સુધી તેની સામે 4500 રૂપિયાથી વધુ દંડ થઈ ચૂક્યો છે.વીડિયો વાયરલ થયા બાદ ખુશાઈગુડા પોલીસ સ્ટેશને ઈ-ચલાન જાહેર કરી દીધું છે. પોલીસ સ્ટેશન દ્વારા જાહેર ચલાનની રિસિપ્ટને ટ્વિટર પર શેર કરવામાં આવી છે જેમાં દેખાઈ રહ્યું છે કે બે હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમાં આદેશનું પાલન ન કરવા (500 રૂપિયા), ખતરનાક ડ્રાઇવિંગ (1000 રૂપિયા) અને નિયમો દ્વારા નિર્ધારિત ઉંમરથી ઓછી ઉંમરમાં ડ્રાઇવિંગના ચાર્જિસ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો, મોત બાદ પણ ડ્યૂટી કરી રહી છે આ ફૌજીની આત્મા, દર મહિને મળે છે પગાર!
First published: December 16, 2019, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading