ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીને સાંપ કરડ્યો, હોસ્પિટલ જતા તોડ્યો દમ

મૃતક વિદ્યાર્થિનીની તસવીર

5માં ધોરણની 10 વર્ષીય વિદ્યાર્થીની એસ. શેરિન પોતાના ક્લાસમાં બેઠી હતી. આ સમયે સાંપ આવ્યો અને તેને કરડીને જતો રહ્યો. શું કરવું એ અંગે સ્કૂલ અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ ચાલતી રહી અને સમય પસાર થતો રહ્યો.

 • Share this:
  કેરળ (kerala) વાયનાડના (wayanad) સુલતાન વાયથિરીમાં એક સ્કૂલમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીને સાંપ કરડવાથી (Snake bites) તેનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે 5માં ધોરણની 10 વર્ષીય વિદ્યાર્થીની એસ. શેરિન પોતાના ક્લાસમાં બેઠી હતી. તેના સહપાઠીઓ અનુસાર આ ઘટના બપોરે 3.10 વાગ્યે બની હતી. જ્યારે સ્કૂલ તંત્રએ 3.50 વાગ્યા સુધી કોઈ કાર્યવાહી ન કરી. વાયડનાડ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સંસદીય ક્ષેત્ર છે.

  સ્કૂલના હેડમાસ્ટરે કહ્યું કે વિદ્યાર્થિનીને બપોરે 4.09 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. 4.50 વાગ્યે તેણે ઉલ્ટીઓ કરવાની શરૂ કરી દીધી હતી. હેડમાસ્ટરે કહ્યું કે ત્યારબાદ ડૉક્ટરોએ કહ્યું કે, વિદ્યાર્થિનીને કોઝિકોડ મેડિકલ કૉલેજ હોસ્પિટલ (Kozhikode Medical College Hospital) લઇ જવી પડશે. કોઝિકોડ હોસ્પિટલ લઈ જવા માટે આશરે 2.30 કલાકનો સમય લાગે છે.

  આ પણ વાંચોઃ-તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો

  આ પણ વાંચોઃ-માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા, કારણ જાણીને લાગશે ઝાટકો

  હેડમાસ્ટરે કહ્યું કે, 'રસ્તામાં વિદ્યાર્થિનીને ગભરામણ થવા લાગી હતી. અને તેને વાયથિરી તાલુકા હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ડૉક્ટરોએ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે પોતાના ક્લાસમાં બેઠી હતી અને સાંપ આવ્યો તેને કરડીને પાછો જતો રહ્યો હતો.'

  આ પણ વાંચોઃ-દીપડા અને અજગર વચ્ચે લડાઈ, Videoમાં જુઓ કોણ જીત્યું?

  સ્કૂલના અધિકારીઓને આ અંગે જાણ ન્હોતી થઈ. તેમના વચ્ચે શું થયું અને શું કરવાનું છે એ અંગે જ ચર્ચા ચાલતી રહી હતી. ચર્ચા ચાલતી રહી અને કિંમતી સમય હાથમાંથી નીકળતો રહ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં ગયા પછી જાણવા મળ્યું કે બાળકીને સાંપ કરડ્યો છે. વાયનાડના જિલ્લા કલેક્ટરે કહ્યું કે તેઓ આ અંગે તપાસ કરાવશે.
  Published by:ankit patel
  First published: