Home /News /national-international /

UP: શ્વાનના ટોળાએ કર્યો 13 બાળકોનો શિકાર, CMએ કરી બે લાખની સહાયની જાહેરાત

UP: શ્વાનના ટોળાએ કર્યો 13 બાળકોનો શિકાર, CMએ કરી બે લાખની સહાયની જાહેરાત

સીતાપુર જિલ્લામાં કૂતરાના હુમલાઓમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે.

સીતાપુર જિલ્લામાં કૂતરાના હુમલાઓમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે.

    ઉત્તર પ્રદેશા સીતાપુર જિલ્લામાં આદમખોર કૂતરાઓએ આતંક મચાવ્યો છે. સીતાપુર જિલ્લાના ખૈરાબાદના મહેશપુર ચિલવારા ગામમાં 10 વર્ષની બાળકી ઉપર કૂતરાઓના ટાળાએ હુમલો કર્યો જેનાથી તેનું મોત નીપજ્યું છે. ઉલ્લેખીય છે કે, સીતાપુર જિલ્લામાં કૂતરાના હુમલાઓમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે. બીજી તરફ સીએમ યોગીએ મૃતક બાળકોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા અને ઘાયલ બાળકોને 25-25 હજાર રૂપિયા આર્થીક મદદ કરવાની જાહેરાત કરી છે.



    આઇવીઆરના ડિરેક્ટર ડોક્ટર આર. કે સિંહે જણાવ્યું હતું કે, સંસ્થાનના ડોક્ટર દિનેશ ચંદ્ર ચૌબેની આગેવાની હેઠળ ડોક્ટર વી.કે સિન્હા અને ડોક્ટર કારી કરની ટીમ સીતાપુર ગઇ હતી. ત્યાંથી તેઓ કેટલાક નમૂના લઇને આવ્યા છે. આ મહિને છ બાળકોના મોતની ઘટના બની છે. લોકોએ મારેલા કૂતરાઓની ચામલી, લાર અને સુકાયેલા લોહીના નમૂલા લીધા છે.



    આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનામાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોને મળીને સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ યોગી કૂતરાઓના હુમલાથી ઘાયલ બાળકોને મળવા માટે જિલ્લા હોસ્પિટલમાં પણ ગયા હતા. યોગીએ મૃતક બાળકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ બાળકોને 25-25 હજાર રૂપિયા આર્થીક મદદ આપવાની જાહેરાત કરી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Dog attack, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર