દેશભરની એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી અને આર્કિટેક્ચર કોલેજોમાં 2019થી સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામતનો લાભ મળશે.
અખિલ ભારતીય ટેક્નિકલ શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે મંગળવારે સામાન્ય વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા આપવાના નિયમને મંજૂરી આપી દીધી છે. આ સાથે 25 ટકા સીટ વધારવાનો પણ આદેશ આપી દીધો છે.
એઆઈસીટીઈ ચેરમેન પ્રો. અનિલ ડી સહસ્ત્રબુદ્ધ અનુસાર, મંગળવારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક આયોજીત થઈ. આમાં નિર્ણય લેવામાં આવ્યો કે, એઆઈસીટીઈ માન્ય પ્રાપ્ત તમામ સરકારી કે સરકારી સહાયતાથી ચાલતી સંસ્થામાં 2019થી સામાન્ય વર્ગના ગરીબ પરિવારના વિદ્યાર્થીને એડમિશનમાં 10 ટકા અનામત આપવામાં આવશે.
સરકારી કે સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાઓને ટુંક સમયમાં બેઠકમાં વધારો કરવા માટે આર્થિક નાણાકીય સહાયતા બેજટ મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર