દેશનાં પૂર્વ આર્થિક સલાહકાર કૌશિક બાસુએ એક નિવેદનમાં કહ્યું કે, બિન અનામત વર્ગનાં આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને અભ્યાસ અને નોકરીમાં 10 અનામતની જોગવાઇથી ખાસ કઇ ફરક પડવાનો નથી”.
“આ એક ન કરવાનું કામ કર્યુ છે અને ખોટો નિર્ણય છે. આનાથી કશું મળવાનું નથી અને લાંબી પળોજણ ઉભી કરશે. આ કાયદો એવી રીતે લાવવામાં આવ્યો છે કે, લગભગ સમગ્ર દેશ તેમા આવી જશે.” કૌશિક બાસુએ તેમના પુસ્તક રિપબ્લિક ઓફ બિલીફ્સનાં લોકાર્પણ સમયે આ વાત કહી હતી.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આ 10 ટકા અનામતનાં કાયદાને બંધારણીય સુધારા તરીકે મંજૂરી આપી દીધી છે. આ બંધારણીય સુધારાને લોકસભાએ સંસદનાં સત્રનાં છેલ્લા દિવસે પાસ કર્યો. રાજ્યસભામાં પણ તેને પાસ કરવામાં આવ્યો.
હાલમાં 22.5 ટકા અનામત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે અને 27 ટકા અનામત અન્ય પછાત વર્ગો માટે છે. હવે, 10 ટકા અનામત બિન અનામત વર્ગમાં આવતા અન્ય પછાત વર્ગો માટે છે.
વિશ્વબેંકનાં પૂર્વ અર્થશાસ્ત્રી કૌશિક બાસુએ કહ્યું કે, 10 અનામત મેળવવા માટે જે ધોરણો રાખવામાં આવ્યા છે તેમાં લગભગ આખો દેશ આવી જાય. જો કે, તેમણે કહ્યું કે, ઇસોલવન્સી અને બેંકરપ્સી કોડ લાવ્યા તે સારુ પગલું છે.
“મારા વિશ્વબેંકનાં અનુભવનાં આધારે કહું છું કે, ભારત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનાં સંદર્ભમાં કહુ છુ કે, ભારતમાં ધંધો બંધ કરવામાં મુશ્કેલી (ક્લોઝીંગ બિઝનેસ) પડે છે એટલે કે સરળ નથી. આ ક્ષેત્રે પ્રગતિ થઇ નથી. ઘણા માણસો એમ વિચારે છે કે, ધંધો બંધ કરવામાં જ આટલી મુશ્કેલી પડતી હોય તો શા માટે શરૂ કરવો ?”
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બાબતે તેમણે કહ્યું કે, જી.એસ.ટી એ સારી વાત છે પણ તેનો અમલ બહુજ ખરાબ રીતે થયો અને નાના ધંધાવાળાને ખુબ નુકશાન થયું”.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર