વિશ્વ યુવા કૌશલ્ય દિવસ : પીએમ મોદીએ કહ્યુ- 'આજનો યુગ સ્કિલ, રી-સ્કિલ અને અપસ્કિલનો છે'

News18 Gujarati
Updated: July 15, 2020, 1:30 PM IST
વિશ્વ યુવા કૌશલ્ય દિવસ : પીએમ મોદીએ કહ્યુ- 'આજનો યુગ સ્કિલ, રી-સ્કિલ અને અપસ્કિલનો છે'
પીએમ મોદી.

વડાપ્રધાને કહ્યું કે આજનો દિવસ 21મી સદીના યુવાઓને સમર્પિત છે. આજે સ્કિલ એ યુવાઓની સૌથી મોટી તાકાત છે. સતત બદલાતી રીતને કારણે કૌશલ્ય પણ બદલાયું છે, આજે યુવાઓ અનેક નવી નવી વાતો અપનાવી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ બુધવારે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skill Day) પર યુવાઓને સંબોધિત કર્યાં હતાં. કોરોના મહામારીમાં નોકરીના બદલી રહેલા પ્રકાર વિશે વાત કરતા પીએમ મોદીએ યુવાઓને દરરોજ નવું નવું શીખવાની સલાહ આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે આજના સમયમાં પ્રાસંગિક હોવાનો સીધો મતલબ છે કે- સ્કિલ, રી-સ્કિલ અને અપસ્કિલ. આ ત્રણેયને એક સાથે વધારવી પડશે. સમયની પણ આવી જ માંગ છે.

વડાપ્રધાને કહ્યું કે આજનો દિવસ 21મી સદીના યુવાઓને સમર્પિત છે. આજે સ્કિલ એ યુવાઓની સૌથી મોટી તાકાત છે. સતત બદલાતા પ્રકારને કારણે કૌશલ્ય પણ બદલાયું છે, આજે યુવાઓ અનેક નવી નવી વાતો અપનાવી રહ્યા છે. નાની નાની આવડત જ આત્મનિર્ભર ભારતની શક્તિ બનશે.

પીએમ મોદીના ભાષણની 10 મોટી વાત :

1) પીએમ મોદીએ કહ્યુ કે આજના સંકટમાં લોકો પૂછે છે કે કેવી રીતે આગળ વધી શકાશે. આનો એક જ મંત્ર છે, તમારા કૌશલ્યને વધારે મજબૂત બનાવો. તમારે સતત કંઈક નવું શીખવું પડશે.

2) પીએમએ કહ્યુ કે સફળ વ્યક્તિએ પોતાના કૌશલ્યને સુધારવાનું શીખવું જોઈએ, જો કંઈક નવું શીખવાની ધગશ નહીં હોય તો જીવન અટકી જશે. આથી જ દરેક વ્યક્તિએ સતત પોતાની આવડતમાં બદલાવ કરવો પડશે. સમયની પણ આવી જ માંગ છે.

3) યુવાઓને પીએમ મોદીએ કહ્યુ કે જો નવું નવું શીખતા રહેશો તો જીવનમાં પણ ઉત્સાહ બની રહેશે. કોઈ વ્યક્તિ ગમે તે ઉંમરમાં સ્કિલ શીખી શકે છે. દરેકમાં એક ક્ષમતા હોય છે, જે તેમને બીજાથી અલગ પાડે છે.4) યુવાઓને પીએમ મોદીએ કહ્યુ કે પુસ્તકોમાં જોઈને કે પછી વીડિયો જોઇને તમે સાઇકલ ચલાવવાની પ્રક્રિયા જાણી શકો છે, પરંતુ આ ફક્ત જ્ઞાન છે. જો વાસ્તવમાં તમારે સાઇકલ ચલાવવી છે તો સ્કિલની જરૂર પડશે.

5) મોદીએ કહ્યુ કે આજે દુનિયામાં હેલ્થ સેક્ટરમાં અનેક દ્વાર ખુલી રહ્યા છે. દેશમાં હવે શ્રમિકોના મેપિંગનું કામ શરૂ થયું છે, આનાથી લોકોને મદદ મળશે. પીએમ મોદીએ કહ્યુ કે નાની નાની આવડત આત્મનિર્ભર ભારતની શક્તિ બનશે.

6) પીએમ મોદીના કહેવા પ્રમાણે કોરોનાના આ સંકટમાં વર્લ્ડ કલ્ચર સાથે જૉબનો પ્રકાર પણ બદલાયો છે. બદલાતી ટેક્નોલૉજીએ પણ તેના પર પ્રભાવ પાડ્યો છે. આ સમયે આપણે ટેક્નોલૉજીને સમજીને તેને જીવનનો ભાગ બનાવવા પડશે.

7) વડાપ્રધાન કહ્યુ કે એક સફળ વ્યક્તિએ પોતાની આવડતને વધારે ધારદાર બનાવવાનો મોકો ગુમાવવો ન જોઈએ. સ્કિલ જીવવા માટેની તાકાત આપે છે. આ વસ્તુ હંમેશા કામ આવે છે.

8) 'સ્કિલ ફક્ત રોજીરોટી અને પૈસા કમાવવાનું માધ્યમ નથી. જિંદગીમાં ઉંમર અને ઉત્સાહ જોઈએ. જીવવાની જિદ જોઈએ. આ માટે સ્કિલ આપણી ડ્રાઇવિંગ ફોર્સ બને છે. સ્કિલ આપણા માટે નવી પ્રેરણા લઇને આવે છે.'

9) પીએમ મોદીએ પોતાની સાથે જોડાયેલા એક કિસ્સા અંગે વાત કરતા કહ્યુ કે, એક કાર મિકેનિકે નાના કામ માટે 20 રૂપિયા માંગ્યા હતા. મેં સવાલ પૂછ્યો કે બે મિનિટના કામના 20 રૂપિયા કેમ? આના પર મિકેનિકે જવાબ આપ્યો કે 20 રૂપિયા એ બે મિનિટ માટે નહીં પરંતુ આટલા વર્ષનો જે અનુભવ લીધો છે તેના માટેના છે.

10) અંતમાં પીએમ મોદીએ કહ્યું કે, લોકો સ્વસ્થ રહે, બે ગજનું અંતર જાળવી રાખે. માસ્ક પહેરે, થૂંકવાની આદત છોડી દે. પીએમ મોદીએ કહ્યુ કે કેટલું પણ ભણી-ગણી લો, ડીગ્રી મેળવી લો પરંતુ નવું નવું શીખવાનું છોડવું ન જોઇએ.
Published by: Vinod Zankhaliya
First published: July 15, 2020, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading