Home /News /national-international /હર ઘર વીજળી! હવે ભારતમાં નહીં થાય વીજળીની કમી, એક સાથે બનશે 10 ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ

હર ઘર વીજળી! હવે ભારતમાં નહીં થાય વીજળીની કમી, એક સાથે બનશે 10 ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ

ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ

ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)ના અધિકારીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી પરની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે કૈગા યુનિટ 5 અને 6નું બાંધકામ 2023થી શરૂ થશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હર ઘર વીજળીના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતમાં વીજળી ઉત્પન્ન કરવાની યોજના યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત ભારત 2023થી 10 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Nuclear Power Plants) સ્થાપશે. તેનાથી 700 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે. આ પ્રોજેક્ટ પર ફ્લીટ મોડ (Fleet Mode)માં કામ કરવામાં આવી રહ્યું છે. એટલે કે પ્રોજેક્ટને જલ્દી પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટના પાયા માટે કોંક્રીટ નાખવાની સાથે પરમાણુ ઉર્જા રિએક્ટર (Nuclear Energy Reactor)નું બાંધકામ ઝડપથી કરવામાં આવશે.

  ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (DAE)ના અધિકારીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી પરની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે કૈગા યુનિટ 5 અને 6નું બાંધકામ 2023થી શરૂ થશે. બીજી તરફ ગોરખપુર, હરિયાણા એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ 3 અને 4 અને માહી બાંસવાડા રાજસ્થાન એટોમિક એનર્જી પ્રોજેક્ટ યુનિટ 1થી 4ની FPC 2024માં અપેક્ષિત છે અને ચુટકા મધ્યપ્રદેશ અણુ પાવર પ્રોજેક્ટ યુનિટ 1 અને 2 વર્ષ 2025માં FPC થવાની સંભાવના છે. કેન્દ્રએ જૂન 2017માં 700 મેગાવોટના 10 સ્વદેશી રીતે વિકસિત પ્રેશરાઇઝ્ડ હેવી વોટર પ્લાન્ટ (PHWR)ના નિર્માણને મંજૂરી આપી હતી. આ 10 PHWR રૂ. 1.05 લાખ કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ પ્રથમ વખત છે, જ્યારે સરકારે ખર્ચ ઘટાડવા અને બાંધકામનો સમય ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક સમયે 10 પરમાણુ પાવર રિએક્ટરના નિર્માણને મંજૂરી આપી હતી.

  યુદ્ધનાં ધોરણે 5 વર્ષમાં થશે કામ

  DAE અધિકારીએ જણાવ્યું હતું કે 'ફ્લીટ મોડ' પ્રોજેક્ટ્સ માટે જથ્થાબંધ ખરીદી કરવામાં આવી રહી હતી. જેમાં સ્ટીમ જનરેટર, SS 304L ફોર્જ્ડ ટ્યુબ્સ અને પ્લેટ્સ ફોર એન્ડ શીલ્ડ, પ્રેશરાઈઝર ફોર્જિંગ્સ, બ્લીડ કન્ડેન્સર ફોર્જિંગ્સ, 40 સ્ટીમ જનરેટર્સ માટે ઈન્કોલોય-800 ટ્યૂબ રિએક્ટર હેડરોના ઉત્પાદન માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગોરખપુર યુનિટ 3 અને 4 અને કૈગા યુનિટ 5 અને 6 ટર્બાઇન આઇલેન્ડ માટે એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ પેકેજો પ્રદાન કરવામાં આવ્યા છે. એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ 'ફ્લીટ મોડ' હેઠળ પાંચ વર્ષના સમયગાળામાં બાંધવામાં આવે તેવી અપેક્ષા છે. હાલમાં ભારતમાં 6780 મેગાવોટની કુલ ક્ષમતા સાથે 22 રિએક્ટર કાર્યરત છે. ગુજરાતના કાકરાપાર ખાતેનું 700 મેગાવોટનું રિએક્ટર ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ગ્રીડ સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ તેનું કોમર્શિયલ ઓપરેશન હજુ શરૂ થયું નથી.

  હેવી વોટર ટેકનોલોજી પરનો પ્રથમ પ્લાન્ટ

  PHWRs કુદરતી યુરેનિયમનો બળતણ તરીકે અને ભારે પાણીનો મધ્યસ્થી તરીકે ઉપયોગ કરે છે, જે ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય આધાર તરીકે ઉભરી આવ્યા છે. કેનેડાના સહયોગથી રાજસ્થાનના રાવતભાટા ખાતે 1960ના દાયકામાં 220 મેગાવોટના ભારતના પ્રથમ બે PHWRની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ 1974માં ભારતના શાંતિપૂર્ણ પરમાણુ પરીક્ષણો પછી કેનેડાએ સમર્થન પાછું ખેંચી લીધા પછી બીજું રિએક્ટર મહત્વપૂર્ણ સ્થાનિક કંપનીઓના સમર્થનથી બનાવવું પડ્યું હતું. વર્ષોથી ભારતે પ્રમાણિત ડિઝાઇન અને બહેતર સલામતીનાં પગલાં સાથે 220 મેગાવોટના 14 PHWRS બનાવ્યાં છે. ભારતીય ઇજનેરોએ વીજ ઉત્પાદન ક્ષમતાને 540 મેગાવોટ સુધી વધારવા માટે ડિઝાઇનમાં વધુ સુધારો કર્યો અને મહારાષ્ટ્રના તારાપુર ખાતે આવા બે રિએક્ટર કાર્યરત કરવામાં આવ્યા. ક્ષમતાને 700 મેગાવોટ સુધી વધારવા માટે વધુ સુધારા વધારા કરવામાં આવ્યા હતા.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Electricity, Nuclear Power Plants, ગુજરાત, પીએમ મોદી, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन